પોતાના નવજાત શિશુનું નામ 'નરેન્દ્ર મોદી' રાખવાની જીદ પર અડી મુસ્લિમ મહિલા, જાણો પછી શું થયું

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ તથા કાર્યક્રમોથી પ્રભાવિત થઈને જિલ્લાની એક મુસ્લિમ મહિલાએ પોતાના નવજાત શિશુનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખ્યું છે.

Updated By: May 26, 2019, 02:14 PM IST
પોતાના નવજાત શિશુનું નામ 'નરેન્દ્ર મોદી' રાખવાની જીદ પર અડી મુસ્લિમ મહિલા, જાણો પછી શું થયું

ગોંડા(યુપી): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ તથા કાર્યક્રમોથી પ્રભાવિત થઈને જિલ્લાની એક મુસ્લિમ મહિલાએ પોતાના નવજાત શિશુનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખ્યું છે. આ સાથે જ સહાયક વિકાસ અધિકારી (પંચાયત)ને આ અંગેનો શપથપત્ર આપતા બાળકનું નામ પરિવાર રજિસ્ટરમાં નોંધ કરીને જન્મ પ્રમાણ પત્ર આપવાની ભલામણ કરી હતી. હકીકતમાં જિલ્લાના વઝીરગંજ ક્ષેત્ર હેઠળના પરસાપુર મહરૌર નિવાસી મોહમ્મદ ઈદરીસના પુત્રવધુ મૈનાઝ બેગમે એક બાળકને જન્મ આપ્યો. ચૂંટણીના પરિણામો આવ્યાં તે દિવસે જ એટલે કે 23મી મેના રોજ મતગણતરીના દિવસે જ બાળકના જન્મ બાદ નામકરણની જ્યારે ચર્ચા થઈ તો આ મહિલાએ પોતાના બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવાની જીદ પકડી. 

પહેલા તો લોકોને મજાક લાગી, પરંતુ ત્યારબાદ મહિલા જીદ પર અડી ગઈ. મહિલાનો મક્કમ મૂડ જોતા દુબઈમાં નોકરી કરતા તેના પતિ મુશ્તાક અહેમદને જણાવવામાં આવ્યું. પરિવારના જણાવ્યાં મુજબ પતિએ સમજાવી તો પણ મહિલા ન માની ત્યારબાદ આખરે તેને મંજૂરી અપાઈ કે તે બાળકને નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવે. બાળકનું આ નામ કાયદેસર રીતે તમામ દસ્તાવેજોમાં નોંધાય તે માટે જિલ્લાધિકારીને સંબોધિત એક શપથ પત્ર પણ સોંપવામાં આવ્યું. 

વઝીરગંઝના સહાયક વિકાસ અધિકારી (પંચાયત) ધનશ્યામ પાંડેએ જણાવ્યું કે તેમને ગઈ કાલે એક શપથપત્ર સાથે પ્રાર્થના પત્ર મળ્યા છે જેમાં એક નવજાત શિશુનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી તરીકે પરિવારના રજિસ્ટરમાં નોંધ કરાવીને જન્મનું પ્રમાણપત્ર આપવાની ભલામણ કરાઈ છે. તેમણે કહ્યું કે પ્રાર્થના પત્રને તપાસ તથા જરૂરી કાર્યવાહી માટે જન્મ મૃત્યુ નોંધણી/સચિવ ગ્રામ પંચાયત ધનશ્યામ શુક્લાને મોકલી દેવાયું છે. 

જુઓ LIVE TV

બાળકની માતા મૈનાઝ બેગમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી દેશના સારા નેતા છે. ઉજ્જવલા યોજના, જનધન ખાતા, ઈજ્જત ઘર જેવી યોજનાઓ તેમના કારણે જ ગરીબોને મળી રહી છે. તેનાથી વધુ તેમણે ત્રિપલ તલાક મામલે કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને મોટો સહારો આપ્યો છે. ગૃહ સ્વામી ઈદરીસનું કહેવું છે કે મોદીજી પ્રતિ તેમની પણ વ્યક્તિગત આસ્થા છે. જ્યાં સુધી બાળકના નામકરણનો સવાલ છે તો તે અમારો વ્યક્તિગત મામલો છે. તેમાં કોઈનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. પાડોશી મુશ્તકીમે કહ્યું કે તે ઈદરીસના પરિવારનો વ્યક્તિગત મામલો છે. તેમાં ગામવાળાઓને કોઈ આપત્તિ નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...