પદગ્રહણ પહેલા પીએમ મોદી કેમ ભાજપના ખાનપુર કાર્યાલયમાં જાય છે? આ છે મોટું કનેક્શન

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ બીજીવાર વડાપ્રધાન તરીકેના શપછ લેશે. ત્યારે શપથવિધિ પહેલા તેઓ આજે ગુજરાત આવીને તેમની માતા હીરા બાના આર્શીવાદ લેશે. આ પહેલા તેઓ ભાજપના ખાનપુર કાર્યાલય બહાર જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ગુજરાતના ઈતિહાસમાં આ કાર્યાલયનો મોટો રોલ રહ્યો છે. 
પદગ્રહણ પહેલા પીએમ મોદી કેમ ભાજપના ખાનપુર કાર્યાલયમાં જાય છે? આ છે મોટું કનેક્શન

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ બીજીવાર વડાપ્રધાન તરીકેના શપછ લેશે. ત્યારે શપથવિધિ પહેલા તેઓ આજે ગુજરાત આવીને તેમની માતા હીરા બાના આર્શીવાદ લેશે. આ પહેલા તેઓ ભાજપના ખાનપુર કાર્યાલય બહાર જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ગુજરાતના ઈતિહાસમાં આ કાર્યાલયનો મોટો રોલ રહ્યો છે. 

દીકરી ગુમાવનાર પિતાની વેદના બોલી, ફાયરબ્રિગેડમાં સાધનો વસાવવા હું રૂપિયા આપું, જેથી આવી દુર્ઘટના ન બને 

ખાનપુર કાર્યાલય નો ઇતિહાસ
1984માં ખાનપુરમાં ભાજપનું આ પ્રદેશ કાર્યાલય બન્યું હતું. 1984માં જનસંઘના આગેવાનો પ્રહલાદ પટેલ, ભવાનસિંહ ચૌહાણ અને ચંદુભાઈ ભાવસારે આ કાર્યાલય ખરીદ્યું હતું. 1988-89માં સમગ્ર બિલ્ડીંગની માલિકી ભાજપની થઈ હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટની માલિકીની આ જગ્યા છે. ભાજપ સંગઠનની બેઠકો અને રણનીતિ તેમજ કાર્યક્રમોની રૂપરેખા અહીંથી તૈયાર થતી. નવનિર્માણ આંદોલન બાદ બનેલી જનતા સરકાર સમયે આ ચોકમાં જયપ્રકાશ નારાયણે સભા સંબોધી હતી અને ત્યારથી આ ચોક જે.પી. ચોક તરીકે ઓળખાય છે. જનતા સરકારના મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલ હતા. ભાજપની પહેલી સરકાર 1995-96માં બની હતી. 

અડવાણી, મોદી-શાહનો કાર્યાલય સાથે છે ખાસ નાતો
અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે. સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા. ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાંખવામાં આવ્યો. ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી. આ કાર્યાલય સાથે  ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે. લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી. 2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું હતું. 

આજે સાંજે પીએમ અને અમિત શાહ ખાનપુર કાર્યાલય આવશે ત્યારે ખાનપુર કાર્યાલયની સામે આવેલી ચાની કીટલી ચલાવતા ઈમ્તિયાઝ શેખની જૂની યાદો તાજા થઈ આવી. પીએમ નરેન્દ્ર મોદી જ્યારે મહામંત્રી હતા, ત્યારે ઈમ્તિયાઝ શેખની કીટલી પર ચા પીતા હતા. અમિત શાહ અને સ્વ.અશોક ભટ્ટને પણ ઈમ્તિયાઝ શેખે યાદ કર્યા. ખાનપુર વિસ્તારમાં રહેતા માઈનોરિટી સમુદાયના લોકો જુના કાર્યાલય ખાનપુર ખાતે મોદી અને શાહ પાસે આવીને ચાય પે ચર્ચા કરતા હતા. ત્યારે મુસ્લિમ સમુદાયના તેમના મિત્રો આજે ખાનપુર કાર્યાલય પર તેમનું સ્વાગત કરશે અને એકવાર ફરી મિત્રતાના દિવસો અને ચાય પે કરેલ ચર્ચાના દિવસોને યાદ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news