ચારધામ યાત્રાએ જનારા તમારા માતા-પિતાને આ નવા અપડેટની માહિતી જરૂરી આપજો

સાતમી-આઠમી સદીમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયના પહાડો પર ઘટાદાર જંગલોની વચ્ચે પગપાળો રસ્તો હતો. જેને પાર કરીને આદિ ગુરુ શંકરાચાર્યએ બદ્રીનાથમાં બદ્રિકાશ્રમ જ્યોર્તિપીઠ અને કેદારનાથમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. સદીઓથી શ્રદ્ધાળુઓ પણ આ જ રસ્તા પર પગપાળા જઈને આ પવિત્ર ધામના દર્શને જતા હતા.
ચારધામ યાત્રાએ જનારા તમારા માતા-પિતાને આ નવા અપડેટની માહિતી જરૂરી આપજો

દહેરાદૂન :સાતમી-આઠમી સદીમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયના પહાડો પર ઘટાદાર જંગલોની વચ્ચે પગપાળો રસ્તો હતો. જેને પાર કરીને આદિ ગુરુ શંકરાચાર્યએ બદ્રીનાથમાં બદ્રિકાશ્રમ જ્યોર્તિપીઠ અને કેદારનાથમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. સદીઓથી શ્રદ્ધાળુઓ પણ આ જ રસ્તા પર પગપાળા જઈને આ પવિત્ર ધામના દર્શને જતા હતા.

પરંતુ, છેલ્લા કેટલાક દાયકામાં બીજો પાકો રસ્તો બની જતા શ્રદ્ધાળુઓ આ પારંપરિક રસ્તાથી દૂર થયા. બદરીનાથ ધામ સુધી જ્યાં સીધો રસ્તો જાય છે, ત્યાં કેદારનાથના આધાર શિવિર ગૌરીકુંડ સુધી પણ રસ્તો પહોંચે છે. પરંતુ હવે આગામી મહિને ચારધામ યાત્રાની શરૂઆત પહેલા ઉત્તરાખંડ પોલીસના એસડીઆરએફએ સમયના થપાટથી વિલુપ્ત થયેલ આ પગપાળા રસ્તાઓને ફરીથી પહેલ કરી છે. ઉત્તરાખંડના પોલીસ કમિશનર અશોક કુમારે જણાવ્યું કે, પોલીસ ટીમની આગેવાનીમાં 13 સદસ્યોની એક ટીમને બદરીનાથ અને કેદારનાથ મોકલવામાં આવ્યા છે. જે ખુદ પગપાળ યાત્રા કરીને એ જૂના રસ્તાઓની શોધ કરશે. આ ટીમમાં બે મહિલા સદસ્યો પણ છે. 

કુમારે કહ્યું કે, માત્ર 70 વર્ષ પહેલા સુધી શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને બદરીનાથ અને કેદારનાથ ધામ પહોંચતા હતા. પરંતુ બીજો પાકો રસ્તો બની ગયા બાદ આ રસ્તો ધીરે ધીરે ગાયબ થતો ગયો. હવે અમે તેને ફરીથી શોધવાની પહેલ કરી છે. 

એસડીઆરએફની ટીમે પોતાની આ યાત્રાની શરૂઆત 20 એપ્રિલના રોજ ઋષિકેષ પાસે આવેલ લક્ષ્મણ ઝૂલાથી કરી હતી અને હવે તે ગંગા નદીની સાથે સાથે અંદાજે 160 કિલોમીટરનું અંતર પાર કરીને રુદ્રપ્રયાગ પહોંચી ચૂકી છે. રુદ્રપ્રયાગથી ઉપ્રેતીએ જણાવ્યું કે, અહીંથી અમારી ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક ટીમ બદરીનાથ તરફ જઈ રહી છે, જ્યારે કે બીજી ટીમ અલગ દિશામાં સ્થિત કેદારનાથ તરફ જવા રવાના થઈ છે. ઉપ્રેતી બદરીનાથ જઈ રહેલી ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. 

એસડીઆરએફની ટીમ રસ્સી અને ટોર્ચ તથા મુસાફરી માટે અન્ય જરૂરી સાધનો અને મશીનની સાથે કેટલાક પ્રાચીન સાહિત્ય પણ લઈ ગઈ છે. જેનાથી પ્રાચીન પગપાળા માર્ગ શોધવામાં મદદ મળશે. ઉપ્રેતીએ જણાવ્યું કે, પગપાળા રસ્તાઓની શોધ માટે જીપીએસ સિસ્ટમની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત આ રસ્તાઓને શોધવા માટે અમે સ્થાનિક ગામવાસીઓ અને સાધુઓની મદદ લઈ રહ્યાં છે.

પોલીસ કમિશનર કુમારે કહ્યું કે, ટીમ પરત ફર્યા બાદ એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે. જો પગપાળા રસ્તો શોધવામાં અમે સફળ થઈ જઈશું, તો આ વિસ્તારમાં એડવેન્ચરમાં રસ ધરાવનારા મુસાફરોને પ્રોત્સાહન મળશે. આગામી મહિને ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. ચમોલી જિલ્લામાં આવેલ બદરીનાથ ધામના કપાટ 10 મેના રોજ ખૂલવાના છે, તો રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ કેદારનાથ મંદિરના કપાટ 9 મેના રોજ ખુલશે. ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ અક્ષય તૃતીયાના દિવસે 7 મેના રોજ ખૂલશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news