VIDEO: Train-18 એ તોડ્યા સ્પીડના તમામ રેકોર્ડ, સ્પીડોમીટરે સ્પર્શ્યો 180KM/hનો આંકડો
આ ટ્રેનને વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડાવાની યોજના છે ત્યારે તેની ત્રીજી ટ્રાયલમાં ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને ભારતીય રેલવેમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે....
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સૌથી ઝડપી અને પ્રથમ સેમીહાઈસ્પીડ એન્જિનલેસ Train-18 ટ્રેનને આધિકારિક રીતે ચલાવાની મંજૂરી મળી ગઈ છે. રેલવેમંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાલતી ટ્રેનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે.
આ ટ્રેન દેશની સૌથી ઝડપી ગતિએ ચાલનારી ટ્રેન છે. તેણે ઝડપની બાબતે રાજધાની અને શતાબ્દીને પણ પાછળ પાડી દીધી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીથી નવી દિલ્હી વચ્ચે ચલાવાની યોજના છે. વડા પ્રધાન મોદી ખુદ આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
Need for Speed: Train 18 seen cruising at a sustained 180Km/h, officially becoming the fastest train in India pic.twitter.com/2VNF1U3qrl
— Piyush Goyal (@PiyushGoyal) December 26, 2018
આ ટ્રેનથી દિલ્હી અને વારાણસી વચ્ચેની મુસાફરી માત્ર 8 કલાકની થઈ જશે, જે અત્યારે 12થી 17 કલાકની છે. આ ટ્રેનને સ્ટોપેજ પણ ઓછા આપવામાં આવશે. એટલે કે, નવી દિલ્હીથી શરૂ થયા બાદ આ ટ્રેન ગાઝિયાબાદ, કાનપુર અને અલાહાબાદ સ્ટેશને જ રોકાશે અને પછી સીધી વારાણસી છેલ્લું સ્ટોપ આવશે.
T-18 નામથી જાણીતી આ ટ્રેનમાં યુરોપમાં ચાલતી આધુનિક રેલગાડીની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેનની એરોડાયનેમિક ડિઝાઈન તેની સ્પીડ વધારવામાં મદદ કરે છે. ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં બે એક્ઝીક્યુટિવ ક્લાસના રહેશે.
આ ટ્રેનને શરૂઆતમાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપે જ દોડાવાશે. કેમ કે અત્યારે જે રેલવેના ટ્રેક બનેલા છે તે તેના કરતાં વધારે સ્પીડને અનુકૂળ નથી. આ ટ્રેક ઉપર ફેન્સિંગનું કામ કરવું પડશે, કેમ કે તેના કારણે વચ્ચે કોઈ પ્રાણી એક અડચણ ન આવી જાય. ત્યાર બાદ ટ્રેનની સ્પીડ વધારવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે