બાયોલોજી ટીચર સાથે સ્ટુડન્ટની અભદ્ર હરકત, કહ્યું- મેમ બાળક કેવી રીતે પેદા થાય? મળ્યો આ જવાબ

Biology Teacher Viral Video: ઓનલાઈન બાયોલોજી ક્લાસમાં એક વિદ્યાર્થીએ અભદ્ર વર્તણૂંક કરવાની કોશિશ કરી તો મહિલા શિક્ષકે એવો જડબાતોડ જવાબ આપ્યો. વાત જાણે એમ છે કે વિદ્યાર્થીએ કથિત રીતે યૌન સંબંધિત ટિપ્પણી કરી. મહિલા શિક્ષણકે તેને નજરઅંદાજ ન કરી પરંતુ આ સવાલનો એવો જવાબ આપ્યો.

બાયોલોજી ટીચર સાથે સ્ટુડન્ટની અભદ્ર હરકત, કહ્યું- મેમ બાળક કેવી રીતે પેદા થાય? મળ્યો આ જવાબ

Biology Teacher Viral Video: ઓનલાઈન બાયોલોજી ક્લાસમાં એક વિદ્યાર્થીએ અભદ્ર વર્તણૂંક કરવાની કોશિશ કરી તો મહિલા શિક્ષકે એવો જડબાતોડ જવાબ આપ્યો. વાત જાણે એમ છે કે વિદ્યાર્થીએ કથિત રીતે યૌન સંબંધિત ટિપ્પણી કરી. મહિલા શિક્ષણકે તેને નજરઅંદાજ ન કરી પરંતુ આ સવાલનો એવો જવાબ આપ્યો. શિક્ષિકા ઈન્સ્ટાગ્રામ પર રક્ષિતા સિંહ બાંગર તરીકે ઓળખાય છે. તે એમબીબીએસ યોગ્યતા સાથે બાયોલોજી ટીચર તરીકે ઓળખાય છે. તેમણે વીડિયો શેર કર્યો જે હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં તેમને એક કમેન્ટનો સામનો કરવો પડ્યો જેનો અંગ્રેજીમાં અનુવાદ કરતા લખ્યું હતું કે મેમ, બાળક કેવી રીતે પેદા થાય છે, એક વ્યવહારિક ઉદાહરણ આપો. 

શિક્ષિકાએ આપ્યો આ જવાબ
આ કમેન્ટને જોયા બાદ તે સમસમી ગઈ. ત્યારબાદ તેણે જડબાતોડ જવાબ આપવાનું મન  બનાવી લીધુ. રક્ષિતાએ કહ્યું કે તમારે પ્રેક્ટિકલ માટે તમારી માને કહેવું જોઈએ. મહિલા ટીચરે એ વાત પર ભાર મૂક્યો કે કેવી રીતે પુરુષોએ કોઈની પુત્રી, બહેન કે માતા વિશે આવી ટિપ્પણી કરતા પહેલા બે વાર વિચારવું જોઈએ. કારણ કે આ સંપૂર્ણ રીતે અયોગ્ય છે. બાયોલોજી ટીચરે એ વાત પર ભાર મૂક્યો કે તે હજુ પણ યુવા છે. પોતાના વિદ્યાર્થીઓ કરતા માત્ર થોડા વર્ષો જ મોટી છે અને એક મેડિકલ ડોક્ટર બનવાના રસ્તે છે. તે પોતાના ક્લાસિસમાં આ પ્રકારનો વ્યવહાર સહન કરશે નહીં. 

કેપ્શનમાં રક્ષિતાએ લખી આ વાત
રક્ષિતાએ પોતાની કેપ્શનમાં એક જૂનો અનુભવ પણ શેર કર્યો જ્યાં તેમને એક અયોગ્ય ટિપ્પણી મળી હતી જેનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેમણે પોતાની કેપ્શનમાં લખ્યું કે એક ટીચર હોવાના નાતે મને હંમેશા લાગે છે કે માત્ર ભણાવવું જ નહીં પરંતુ એક સારા માણસ બનવામાં મદદ કરવું પણ મારી જવાબદારી છે. કેટલાક સ્પેમર આવે છે તો હું સામાન્ય રીતે પ્રેમથી સમજાવી દઉ છું પરંતુ મારી છેલ્લા 4 વર્ષની ઓનલાઈન અનુભવના આધારે હું વ્યક્તિગત રીતે આ પ્રકારની ટિપ્પણીઓને વિનમ્રતાપૂર્વક ઉત્તર આપતી નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news