VIDEO : રાજસ્થાનના રસ્તા પર ઘૂંઘટમાં બસ દોડાવતી દેખાઈ મહિલા, હકીકત છે વિચારી પણ ન હોય એવી

આ વીડિયો ધૂળેટીના દિવસનો એટલે કે શુક્રવારનો છે

VIDEO : રાજસ્થાનના રસ્તા પર ઘૂંઘટમાં બસ દોડાવતી દેખાઈ મહિલા, હકીકત છે વિચારી પણ ન હોય એવી

હનુમાન તંવર, નાગૌર : આજકાલ મહિલાઓને બાઇક તેમજ કાર ચલાવતી જોવાનું બહુ સામાન્ય છે પણ જો કોઈ મહિલા ઘૂંઘટ પહેરીને પ્રવાસીઓથી ભરેલી બસ ચલાવતી જોવા મળે તો થોડો આંચકો ચોક્કસ લાગે છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં એક મહિલા રાજસ્થાની પોષાકમાં ઘૂંઘટની અંદર બસ ચલાવતી દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે આ બસ મકરાણાથી વાયા કુચામન, ડિડવાના, લાડનુ અને સુજાગઢ થઈને બીદાસર જઈ રહી હતી. 

આ છે હકીકત
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ વીડિયો ધૂળેટીના દિવસનો છે. સાડી પહેરીને રાજસ્થાનના રસ્તા પર બસ દોડાવી રહેલો ડ્રાઇવર મહિલા નહીં પણ પુરુષ છે જેનું નામ સાંવરલાલ છે. સાંવરલાલે ધૂળેટીના દિવસે મજાક કરવા માટે સાડી પહેરી હતી. 

મસ્તીમાં વીડિયો
મકરાના અને બીદાસર વચ્ચે બસ ચલાવનારા આ ડ્રાઇવરે ધૂળેટીના દિવસે મસ્તી કરવાનો વિચાર કર્યો અને સાડી પહેરીને બસ ચલાવવા આવી ગયો. લોકો તેને ઓળખી ન લે એ માટે એ માટે તેણે આખા રસ્તે ઘૂંઘટ ઓઢી રાખ્યો હતો. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવી દીધો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news