Panna Tiger Reserve: VIDEO વાઘણને સામે જોઈને ઝાડ પર ચઢી ગયો દીપડો, નીચે ઉતર્યો તો ફરીથી કર્યો ઘેરાવો

Wildlife Amazing Video: ટૂરિસ્ટ ગાઈડ મનોજ દ્વિવેદીએ જણાવ્યુ કે જંગલમાં પ્રાણીઓની સંતાકૂકડીનો ખેલઅવારનવાર જોવા મળે છે, પરંતુ આ પ્રકારનો ખેલ પહેલીવાર જોવા મળ્યો છે. 

Panna Tiger Reserve: VIDEO વાઘણને સામે જોઈને ઝાડ પર ચઢી ગયો દીપડો, નીચે ઉતર્યો તો ફરીથી કર્યો ઘેરાવો

Panna Tiger Reserve: રાકેશ શર્મા, પન્ના. પન્ના ટાઈગર રિઝર્વ પાર્કમાં ઘણીવાર એવા દુર્લભ વીડિયો વાયરલ થાય છે જેને જોઈને બે મિનિટ માટે આપણો જીવ તાળવે ચોંટી જાય. આવો જ એક વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાઘણ સામે આવતાની સાથે જ દીપડો બિલાડીની જેમ બી જાય છે અને પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચઢી જાય છે.

દીપડો ઝાડ પર ચઢી જાય છે છતાં પણ, વાઘણ તેનો પીછો નથી છોડતી. દીપડાની રાહ જોઈને વાઘણ ત્યાં જ આગળ રસ્તામાં વચ્ચોવચ બેસી જાય છે. ઘણો સમય વિત્યા બાદ દીપડાને ઝાડ પરથી રફુચક્કર થવામાં ભલાઈ લાગે છે. પરંતુ ઘાત લગાવીને બેસેલી વાઘણ તેને ઘેરી લે છે. જીવ પર જોખમ આવી જતા દીપડો વાઘણની આગળ પગે પડીને આળોટી આળોટીને દયાની ભીખ માગે છે. દીપડાના આત્મ સમર્પણથી પ્રભાવિત થયેલી વાઘણ દીપડાને બક્ષી દે છે. 

— NaiDunia (@Nai_Dunia) February 19, 2023

વાઘણ 4 બચ્ચાને લઈને પર્યટન ક્ષેત્રમાં વિહાર કરે છે 
આ વાયરલ વીડિયો PTRના મડલા પ્રવેશદ્વારની સામે ચોહાઈ ખીણ પાસેનો જણાવવામાં આવી રહ્યો છે. આ માર્ગમાં, આ વાઘણ તેના 4 બચ્ચા સાથે વારંવાર ટાઈગર રિઝર્વ પાર્કની મુલાકાત લેવા આવતા પર્યટકોને જોવા મળે છે.

એવું કહેવાય છે કે તેના બચ્ચા હજુ ઘણા નાના છે અને તે હંમેશા તેમની સુરક્ષા માટે સતર્ક રહે છે. આવી સ્થિતિમાં, તેના વિસ્તારમાં દીપડાને જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને હુમલો કરવા દોડી. પરિણામે દીપડાને જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news