રાજકોટ જિલ્લા ડેરી અને કિસાન સંઘ સામસામે, એકબીજા પર ભ્રષ્ટાચારના કર્યા આરોપ

રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રણપરિયાએ પત્રકાર પરિષદ કરીને ડેરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ સામે ખુલાસા કર્યા 

રાજકોટ જિલ્લા ડેરી અને કિસાન સંઘ સામસામે, એકબીજા પર ભ્રષ્ટાચારના કર્યા આરોપ

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લા ડેરી (rajkot dairy) માં ભ્રષ્ટાચાર થતો હોવાનો કિસાન સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડેરીમાં ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જિલ્લામાં દૂધનો ભાવ પરત પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા આપવામાં આવ્યો  નથી. જિલ્લાના 594 ગામ પૈકી ચેરમેનના એક માત્ર સાજડીયાડી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. 

તો બીજી તરફ રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રણપરિયાએ પત્રકાર પરિષદ કરીને ડેરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ સામે ખુલાસા કર્યા હતા. ડેરીમાં ભરતી સહિતના મુદે ભ્રષ્ટાચારનો આક્ષેપ કિશાન સંઘએ કર્યો હતો. ચેરમેન ગોવિંદ રણપરિયાએ જણાવ્યું કે, કિસાન સંઘના આક્ષેપ પાયા વિહોણા છે. 667 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યાં છે. ભાવફેરની રકમ ચૂકવતા ન હોવાના આક્ષેપ ખોટા છે. ભેળસેળની વાતો સાવ ખોટી છે. છેલ્લા 2 વર્ષમાં પોણા 2 કરોડનું દૂધ ઢોળી દેવામાં આવ્યું છે.  ખરાબ દૂધને ઢોળી દેવામાં આવ્યું છે. ચેરમેનના ગામના 28 લોકોની ભરતીના આક્ષેપ ખોટા છે. મારા સમયમાં 7 થી 8 લોકોની જ ભરતી કરવામાં આવી છે. 2001 માં 301 ની સંખ્યાની ભરતી કરવામાં આવી હતી. અત્યારે 361 ની ભરતી કરવામાં આવી છે. છેલ્લા 18 વર્ષમાં 60 લોકોની ભરતી કરવામાં આવી છે. 

તો સાથે જ તેઓએ કહ્યું કે, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પક્ષમાં ઉપર લેવલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. રૂપિયા માટે ભારતીય કિશાન સંઘ ખોટા આક્ષેપ કરે છે. 

આમ, રાજકોટ ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે. 15 કિલો સોનુ નેપાળમાં પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ છે. તેના પિતરાઈ ભાઇ જેલમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news