Mamata Banerjee ના ગઢમાં ગર્જ્યા ગૃહમંત્રી Amit Shah, કહ્યું- પશ્વિમ બંગાળમાંથી TMC ને ઉખાડી ફેંકીશું
રેલીને સંબોધિત કરતાં અમિત શાહ (Amit Shah) ન જનતાને પરિવર્તનની અપીલ કરી અને કહ્યું, 'તમે એકવાર બંગાળમાં ભાજપની સરકાર બનાવી દો, બંગાળના તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચ (7th Pay Commission) લાભ આપવામાં આવશે.
Trending Photos
કલકત્તા: કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ ગુરૂવારને દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્રીપમાં ભાજપ (BJP) લાા 5મી પરિવર્તન રેલીને લીલી ઝંડી બતાવી. ત્યારબાદ તેમણે સાઉથ 24 પરગણા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી અને મમતા બેનર્જી (Mamata Banerjee) ને પડકાર ફેંકતાં કહ્યું કે પશ્વિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ઉઘાડી ફેંકીશું.
'તમામ કર્મચારીઓને આપશે 7મા પગારપંચનો લાભ
રેલીને સંબોધિત કરતાં અમિત શાહ (Amit Shah) ન જનતાને પરિવર્તનની અપીલ કરી અને કહ્યું, 'તમે એકવાર બંગાળમાં ભાજપની સરકાર બનાવી દો, બંગાળના તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચ (7th Pay Commission) લાભ આપવામાં આવશે. શિક્ષક ભાઇઓને યોગ્ય માપદંડ મળ્યા. તેના માટે એક કમિટીની રચના ભાજપ સરકાર કરશે.
'ટીએમસીના ગુંડાએ કરી 130 ભાજપ કાર્યકર્તાઓની હત્યા'
અમિત શાહે કહ્યું કે 'બંગાળમાં જે રાજકીય હિંસા થાય છે, તેમાં 130 ભાજપ કાર્યકર્તા માર્યા ગયા. મમતા દીદી વિચારે છે કે કોઇને મારવાથી ભાજપ અટકી જશે. હું તેમને કહેવા માંગુ છું કે મમતા દીદી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ગુંડાએ અમારા 130 કાર્યકર્તાઓને માર્યા છે, તેમની શહાદત વ્યર્થ નહી જાય. બંગાળની ધરતી પર તાકાત સાથે કમળ ખિલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે