સ્વામી સાનંદના મોત પર ઉઠ્યા સવાલ, રાહુલ ગાંધીએ કહ્યું- 'અમે લડત આગળ લઈ જઈશું'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંગાની સફાઈ અને સંરક્ષણ માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરનારા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા આજે કહ્યું કે "અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું."

સ્વામી સાનંદના મોત પર ઉઠ્યા સવાલ, રાહુલ ગાંધીએ કહ્યું- 'અમે લડત આગળ લઈ જઈશું'

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંગાની સફાઈ અને સંરક્ષણ માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરનારા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા આજે કહ્યું કે "અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું." રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે મા ગંગાના સાચા પુત્ર પ્રોફેસર જીડી અગ્રવાલ રહ્યા નથી. ગંગાને બચાવવા માટે તેમણે ખુદને મીટાવી દીધા. તેમણે કહ્યું કે હિંદુસ્તાનને ગંગા જેવી નદીઓએ બનાવ્યો છે. ગંગાને બચાવવી એ હકીકતમાં દેશને બચાવવાનો છે. અમે તેમને ક્યારેય ભૂલીશું નહીં. અમે તેમની લડાઈને આગળ લઈ જઈશું. 

લાંબા સમયથી ગંગાની સ્વચ્છતા અને સંરક્ષણની માગણી કરી રહેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું ગુરુવારે નિધન થઈ ગયું. તેઓ સ્વામી સાનંદના નામથી ઓળખાતા હતાં. સ્વામી સાનંદ છેલ્લા 112 દિવસથી ઉપવાસ પર હતાં. તેમણે 9 ઓક્ટોબરથી પાણીનો પણ ત્યાગ  કર્યો હતો. 

Rahul gandhi

શ્રી વિદ્યામઠના મહંતનો આરોપ, સ્વામી સાનંદના મોતને હત્યા ગણાવી

આ બાજુ શ્રી વિદ્યામઠના મહંત અવિમુક્તેશ્વરાનંદે સ્વામી સાનંદના મોતને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે આમ કેવી રીતે બની શકે કે જે વ્યક્તિ આજે સવાર સુધી સ્વસ્થ અવસ્થામાં હોય અને પોતાના હાથેથી પ્રેસ જાહેરાત લખીને જારી કરે. તેઓ 111 દિવસથી તપસ્યા કરતા આશ્રમમાં તો સ્વસ્થ રહ્યાં પરંતુ હોસ્પિટલમાં પહોંચીને એક રાત વિતાવતા જ તેમનું તે સમયે મૃત્યુ થઈ ગયું જ્યારે તેમણે પોતે જ તેમના શરીરમાં ઊભી થયેલી પોટેશિયમની ઉણપને દૂર કરવા માટે ઈન્જેક્શનના માધ્યમથી પોટેશિયમ લેવાનું સ્વીકારી લીધુ હોય. 

congress and Saint rise the question on the death swami gyan swaroop Sanand

મહંત અવિમુક્તેશ્વરાનંદ

તેમણે આરોપ લગાવ્યો કે અમને લાગે છે કે સ્વામી સાનંદની હત્યા થઈ છે. અવિમુક્તેશ્વરાનંદે ગંગાની અવિરલ ધારાની માંગને લઈને તપસ્યા કરી રહેલા જ્ઞાનસ્વરૂપ સાનંદના અચાનક મોત પર સવાલ ઊભા કર્યાં. તેમણે કહ્યું કે એવું બતાવવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો. તેમણે કહ્યું કે આ સરકાર જો એ સંદેશ આપવાની વાત કરે છે કે જે ગંગાની વાત કરશે, તેની હત્યા થઈ જશે. તેમણે કહ્યું કે આ દેશમાં ગંગા માટે પહેલા પણ અમારા પૂર્વજોએ બલિદાન આપ્યું છે અને આજે પણ ગંગા ભક્ત ગંગા માટે કઈ પણ કરી છૂટવામાંથી પાછળ  હટશે નહીં. તેમણે કહ્યું કે સ્વામી સાનંદના જવાથી ગંગા અભિયાન બંધ નહીં થાય, તે સતત ચાલુ જ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news