Weather Update: આ વિસ્તારોમાં અનેક દિવસ સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Weather Forecast: ભલે ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પરંતુ હજુ પણ અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. તેનાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ ગુજરાતમાં પણ ઓક્ટોબરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Update: આ વિસ્તારોમાં અનેક દિવસ સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Weather Forecast: ભલે ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પરંતુ હજુ પણ અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. તેનાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ ગુજરાતમાં પણ ઓક્ટોબરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અંગે શું આગાહી  કરાઈ છે તે વિસ્તૃત રીતે જાણો.

ગોવામાં ભારે વરસાદની આગાહી
ગોવા રાજ્ય એસડીએમએના જણાવ્યાં મુજબ અરબ સાગરથી વાદળો આવી રહ્યા છે. વાદળો ઉત્તર પૂર્વ દિશામાં વધવાના કારણએ તથા વધુ પ્રમાણમાં છવાયેલા રહેવાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગોવા જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ એક્ટિવ કરી દેવાયા છે. એસડીએમએના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. 

બીજી બાજુ પશ્ચિમ બંગાળ અને પાડોશી રાજ્ય ઝારખંડની ઉપર દ્રષ્ટિગોચર ઓછા દબાણના ક્ષેત્રના કારણે ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. આઈએમડીના જણાવ્યાં મુજબ સોમવારે સુંદરગઢ, ઝારસુગડા, દેવગઢ, ક્યોંઝર અને સંબલપુર જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આઈએમડીએ કહ્યું કે બરગઢ,સોનપુર, બોલાંગીર, અંગુલ, મયૂરભંજ, ઝાઝપુર, ભદ્રક, બાલાસોર અને કેન્દ્રપાડામાં ભારે વરસાદની શક્યતા છે. 

સતત વરસાદના કારણે ઝારખંડની રાજધાની રાંચી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત  થયું છે. શનિવાર સાંજથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જે રવિવારે પણ ચાલુ રહેવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં. 

4 ઓક્ટોબર સુધી પડશે વરસાદ
રાંચી હવામાન ખાતાના પ્રભારી અભિષેક આનંદે કહ્યું કે નીચા દબાણવાળી સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો. હાલ પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો અને ઝારખંડની આજુબાજુ આ સિસ્ટમ એક્ટિવ છે. આગામી 24 કલાકમાં તે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવું અનુમાન છે. ભારે વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં નહીં આવે.  કારણ કે ઝારખંડમાં ચાર મહિના લાંબા ચોમાસું સીઝન દરમિયાન વારસદી માત્રા નિર્ધારિત  કરવાની પ્રક્રિયા શનિવારે જ ખતમ થઈ. ઝારખંડમાં ચાર ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે લોહરદગા, ગુમલા, અને સિમડેગાના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર  કરાયું છે. જ્યાં બે ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

ગુજરાત માટે શું કરાઈ છે આગાહી
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. 17થી 20 ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલનીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય પરંતુ લગભગ 15થી 25 દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. 

અંબાલાલની આગાહી
જો કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે એટલે કે 17થી 20 ઓક્ટબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે. અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસાની પીછેહઠ 10 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ વખતે શિયાળો 15થી 25 દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ઓક્ટોબરના અંત સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો સરેરાશ 104 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વરસાદની ટૂંકી પણ ધમાકેદાર ઈનિંગે વરસાદની સરેરાશ પૂરી કરી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ચોમાસાની બાકીની ઈનિંગ કેવી રહે છે.

દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જોવાઈ રહી છે શિયાળાની. જો કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડે તેમ છે, હવામાન નિષ્ણાતોએ આ માટે કેટલાક ભૌગોલિક કારણોને જવાબદાર ગણાવ્યા છે. ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જો કે આ વખતે તેની સંભાવના ઓછી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં ચોમાસાની ચિકાર વર્ષા થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી તો ક્યાંક પાકને નુકસાન પણ ગયું. જો કે હવે વરસાદની શક્યા નહિવત છે. પરંતુ ચોમાસા બાદ શરૂ થતાં શિયાળાના આગમનની હજુ રાહ જોવી પડશે. શિયાળો 20થી 25 દિવસ મોડો શરૂ થયા તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની શક્યતા છે. તેની પાછળ દેશમાં મોડું બેઠેલા ચોમાસા સહિતના કેટલાક પરિબળો જવાબદાર છે. 

10 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થવા લાગશે. આ પવનો જ ઠંડી લાવે છે. પરંતુ જે રીતે આ વર્ષે ચોમાસું મોડું બેઠું હતું, એ રીતે આ વખતે શિયાળો પણ મોડો બેસી શકે છે. સામાન્ય રીતે શિયાળો પહેલી નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ આ વર્ષે 20થી 25 નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થઈ શકે છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. 

સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં દક્ષિણ પશ્વિમના પવનો ફૂંકાય છે, ત્યારબાદ ઉત્તર પૂર્વના પવનોની શરૂઆત થતી હોય છે, આ પવનોને કારણે જ ગુજરાતમાં શિયાળો બેસતો હોય છે. આ વર્ષે ઉત્તરપૂર્વના પવનો સમયસર જ પોતાનું સ્થાન લેશે, જો કે હવામાન નિષ્ણાતોનું માનીએ તો ઉત્તર ભારતમાં હજુ અલ નીનોની અસર હોવાને કારણે શિયાળો 20 દિવસ મોડો એટલે કે 20 નવેમ્બરની આસપાસ બેસે તેવી શક્યતા છે. પણ સારી વાત એ છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી દર વખતની જેમ પોતાનું જોર દેખાડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news