Weather Forecast: હજુ ભારે વરસાદ માટે રહો તૈયાર, ગુજરાત સહિત 11 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે

જૂનના મધ્યમાં ધીમું પડેલું ચોમાસું હવે જુલાઈ શરૂ થતા જો જામવા લાગ્યું છે. IMD એટલે કે ભારતીય હવામાન ખાતાની લેટેસ્ટ આગાહીથી તેના સંકેત મળી રહ્યા છે. રિપોર્ટ મુજબ ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભયંકર ગરમીનો સામનો કરી ચૂકેલા ઉત્તર પ્રદેશમાં પણ આ અઠવાડિયે મૂસળધાર વરસાદ વરસી શકે છે.

Weather Forecast: હજુ ભારે વરસાદ માટે રહો તૈયાર, ગુજરાત સહિત 11 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે

જૂનના મધ્યમાં ધીમું પડેલું ચોમાસું હવે જુલાઈ શરૂ થતા જો જામવા લાગ્યું છે. IMD એટલે કે ભારતીય હવામાન ખાતાની લેટેસ્ટ આગાહીથી તેના સંકેત મળી રહ્યા છે. રિપોર્ટ મુજબ ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભયંકર ગરમીનો સામનો કરી ચૂકેલા ઉત્તર પ્રદેશમાં પણ આ અઠવાડિયે મૂસળધાર વરસાદ વરસી શકે છે. ગુજરાત માટે પણ શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. અત્રે જણાવવાનું કે હવામાનની આગાહી અત્યાર સુધી રડાર અને ઉપગ્રહના આંકડાઓ પર જ નિર્ભર રહેલી છે. હવે લિડાર ટેક્નોલોજીના ઉપયોગથી હવામાનની સટીક આગાહી શક્ય બની શકશે. તો તેના વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. 

આજે ક્યાં પડશે વરસાદ
હવામાન ખાતાએ ગુરુવારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 5 જુલાઈ અને પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડમાં ગુરુવારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ યુપી, ઉત્તરાખંડમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાના એંધાણ છે. 

IMD એ જણાવ્યું કે ઓડિશામાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં 6થી 8 જુલાઈ વચ્ચે વરસાદ વરસી શકે છે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં 8 જુલાઈ સુધી વરસાદની શક્યતા છે. 

આગામી પાંચ દિવસ સુધી કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કોંકણ, ગોવા, ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશને કાંઠા વિસ્તાર, યાનમ, આંતરિક કર્ણાટકમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. મરાઠાવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરઈકલ, રાયલસીમા, તેલંગણામાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 

ગુજરાત માટે આગાહી
ગુજરાત રાજ્ય હવામાન ખાતાએ બુધવારે જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 1 જુન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 144 mm વરસાદ નોંધાયો છે. આજ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે  સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news