હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું. 
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ 

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું. 

તે સમયે પણ એવી જાહેરાત કરાઈ હતી કે હવે દર મંગળવારે હાવડાના અલગ અલગ હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાશે. આ કડીમાં ગઈ કાલે મંગળવારે હાવડાના એક હનુમાન મંદિરમાં પાઠનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ રસ્તા પર બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતાં. આ દરમિયાન લગભગ એક કલાક ડબસન રોડ બંધ કરાયો હતો. 

જુઓ LIVE TV

25 જૂનના રોજ જે આયોજન થયું હતું તે અંગે BJYMનું કહેવું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના રાજમાં કોઈ પણ પ્રમુખ રસ્તાને બંધ કરીને નમાજ કરવામાં આવે છે. જેનાથી લોકોને ખુબ પરેશાની થાય છે. ભાજપ યુવા મોરચા હાવડાના અધ્યક્ષ ઓપી સિંહે મીડિયાને જણાવ્યું હતું કે મમતા બેનર્જીના રાજમાં અમે જોયું છે કે ગ્રાન્ટ ટ્રંક રોડ અને અન્ય મુખ્ય રસ્તાઓને શુક્રવારની નમાજ માટે બંધ કરી દેવાય છે. જેનાથી લોકોને હોસ્પિટલ પહોંચવામાં, ઓફિસ જવામાં મોડું થાય છે. જ્યાં સુધી આ બધુ ચાલશે ત્યાં સુધી અમે દર અઠવાડિયે મંગળવારે હનુમાન મંદિરો પાસેના રસ્તાઓ પર હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news