WB Election 2021: પીએમ મોદીએ કર્યો મમતા બેનર્જીને સવાલ, 'બંગાળના ગરીબોના ચોખા કોણે લૂંટ્યા?

પીએમ મોદીએ કહ્યું કે 'તૃણમૂલ સરકારે બંગાળને ફક્ત અંધકાર જોયો છે. ભાજપની ડબલ એંજીનની સરકાર બંગાળને સોનાર બાંગ્લા આપશે. તેમણે આગળ કહ્યું કે દીદીના રાજમાં અહીં હિંસા અને બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવે છે.

Updated By: Mar 24, 2021, 12:31 PM IST
WB Election 2021: પીએમ મોદીએ કર્યો મમતા બેનર્જીને સવાલ, 'બંગાળના ગરીબોના ચોખા કોણે લૂંટ્યા?

કલકત્તા: વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બુધવારે પશ્વિમ બંગાળના કાંથીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પશ્વિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર જોરદાર પ્રહાર કર્યા અને કહ્યું કે હવે બંગાળના દરેક ઘરમાંથી એક જ અવાજ આવી રહ્યો છે કે 2 મેના રોજ દીદી (મમતા બેનર્જી) જશે. 

બંગાળ ભાજપના સંકલ્પોનું પણ મહત્વપૂર્ણ કેંદ્ર: પીએમ
જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) એ કહ્યું કે 'આઝાદીના 75 વર્ષના ઉત્સવમાં પશ્વિમ બંગાળનું વિશેષ મહત્વ છે. આઝાદીની લડાઇમાં આપવામાં આવેલા યોગદાનને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું ભાજપ સરકારની પ્રાથમિકતા છે. એટલા માટે પશ્વિમ બંગાળના સંકલ્પોનું પણ મહત્વપૂર્ણ કેંદ્ર છે. 

Train માં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, આ વ્યક્તિએ અનેક ટ્રેનના Toilet માં લગાવ્યા છે Spy Camera

'2 મેએ દીદી જશે અને આમૂલ પરિવર્તન આવશે'
જનસભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું 'બંગાળના ખૂણે ખૂણેથી હવે એક અવાજ આવી રહ્યો છે, બંગાળના દરેક ઘરમાંથી એક જ અવાજ આવી રહ્યો છે, બંગાળના દરેક મોંધેથી એક અવાજ આવી રહ્યો છે કે 2 મેના રોજ દીદી જશે અને આમૂલ પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે '2 મેના રોજ બંગાળના વિકાસ વચ્ચે આવી રહેલા દીવાલો તૂટી જશે. અહીં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના 3 વર્ષના પૈસા પણ તેમના ખાતામાં જમા કરીને રહીશું. ગત વર્ષના જે પૈસા દીદીએ આપ્યા નથી, તે ખેડૂતોને આપીશ.'  

25 વર્ષના યુવાનો માટે મહત્વપૂર્ણ સમય: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે 'બંગાળમાં 25 વર્ષની ઉંમરની આસપાસ મતદારો અને યુવાનો માટે પહેલીવાર ખૂબ મહત્વપૂર્ણ સમય છે. તેમની પાસે બંગાળના ભવિષ્યના નિર્માણ કરવાની જવાબદારી છે. અને આ પ્રકારે 'આસોલ પોરીબોર્ટન' સમયની જરૂરિયાત છે.

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન

ગરીબના ચોખા કોણે લૂંટ્યા: નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કહ્યું કે કે 'આજકાલ મેદિનીપુરમાં આવીને વારંવાર બની રહ્યું છે. દીદી તે બહેનો, તે પરિવારોને જવાબ આપી રહ્યા નથી, જેમને પહેલાં અમ્ફાનને તબાહ કર્યું અને પછી તૃણમૂલના ટોળાબાજોએ લૂંટી લીધા. અહીં કેંદ્ર સરકારે જે રાહત મોકલી હતી, તે 'ભજીત્રા વિંડો'માં ફસાઇ ગઇ. તેમણે આગળ કહ્યું કે 'દીદી, આજે પશ્વિમ બંગાળ પૂછી રહ્યું છે કે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટ્યા? અમ્ફાનના લોકો, આજે પણ તૂટેલી છત નીચે જવા માટે મજબૂર કેમ છે.

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police

'ભાજપની સરકાર બંગાળને સોનાર બાંગ્લા આપશે'
પીએમ મોદીએ કહ્યું કે 'તૃણમૂલ સરકારે બંગાળને ફક્ત અંધકાર જોયો છે. ભાજપની ડબલ એંજીનની સરકાર બંગાળને સોનાર બાંગ્લા આપશે. તેમણે આગળ કહ્યું કે દીદીના રાજમાં અહીં હિંસા અને બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવે છે. બ્લાસ્ટથી ટોળેટોળા ઉડી જાય છે અને દીદીની સરકાર ફક્ત જોતી રહે છે. આ સ્થિતિને આપણે મળીને બદલવી પડશે. બંગાળને શાંતિ જોઇએ, જેમણે અલગાવવાદનો રસ્તો અપનાવ્યો હતો, તે મુખ્યધારામાં પરત આવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube