TMC હિંસામાં સામેલ હોય તો PM મોદી પુરાવા આપે, નહીં તો જેલ ભેગા કરીશ: મમતા
મમતા બેનરજીએ કહ્યું કે વડાપ્રદાન નરેન્દ્ર મોદી કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસામાં ટીએમસના સામેલ હોવાના પુરાવા આપે, નહીં તો જેલ ભેગા કરીશ.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે રાજ્યના મથુરાપુરમાં ટીએમસીની ચૂંટણી રેલીને સંબોધન કરતા ફરી એકવાર ચૂંટણી પંચ અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતા બેનરજીએ કહ્યું કે વડાપ્રદાન નરેન્દ્ર મોદી કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસામાં ટીએમસના સામેલ હોવાના પુરાવા આપે, નહીં તો જેલ ભેગા કરીશ.
મમતા બેરનજીએ કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનો જ એક ભાઇ છે. પહેલા પારદર્શક ઇસી સમક્ષ જોવામાં આવ્યું હતું. પરંતુ ભારતની જનતા કહી રહી છે કે ચૂંટણી પંચ ભાજપ સામે વેચાઇ ગયું છે. મને દુ:ખ થાય છે, પરંતુ હું કઇ જ કરી શકતી નથી. તેના માટે ભાજપ મને જેલમાં મોકલી શકે છે. જેના માટે હું તૈયાર છું. સત્ય બોલવામાં હું ક્યારે ડરતી નથી તેજ હંમેશાથી મારી શિક્ષા છે.
મમતાએ સમર્થન કરનાર નેતાઓનો આભાર વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો ઘટાડવાના ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કરવાના મુદ્દા પર વિપક્ષી દળના નેતાઓના સાથે આવવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. મમતાએ ટ્વિય કર્યું, અમારા તાથા બંગાળની જનતા પ્રતિ સમર્થન અને એકજૂટતા દેખાડવા માટે માયાવતી, અખિલેશ યાદવ, કોંગ્રેસ, એન ચંદ્રબાબૂ નાયડૂ તથા અન્ય લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપના નિર્દેશ પર ચૂંટણી પંચનું પક્ષપાતપૂર્ણ વલણ લોકતંત્ર પર સીધો હુમલો છે. જનતા મુહતોડ જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે બુધવારે પશ્ચિમ બંગાળની 9 લોકસભા ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર બુધવાર રાત્રે 10 વાગે સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નિર્ધારીત સમય અનુસાર પ્રચાર એક દિવસ બાદ શુક્રવાર સાંજે સમાપ્ત થવાનો હતો. પચે મંગળવારના કોલકાતામાં ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસના સમર્થક વચ્ચે ઝગડો થયા બાદ નિર્ણય કર્યો હતો. મમતાએ ચૂંટણ પંચ પર ભાજપના ઇશારા પર કામ કવાનો આરોપ લગાવતાકહ્યું કે, આ પગલું ગેરબંધારણીય અને અનૈતિક છે.
(ઇનપુટ: એજન્સી ભાષા)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે