48 કલાકની અંદર બીજીવાર કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા બંગાળના રાજ્યપાલ, મમતા સરકાર પર સાધ્યુ નિશાન

સૂત્રોએ જણાવ્યું કે બન્ને વચ્ચે બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઈ છે. રાજ્યપાલ શુક્રવારે દિલ્હીથી કોલકત્તા પરત જવાના હતા પરંતુ અમિત શાહ સાથે મુલાકાતને કારણે તેમણે દિલ્હી પ્રવાસ એક દિવસ લંબાવી દીધો હતો. 

Updated By: Jun 19, 2021, 05:44 PM IST
48 કલાકની અંદર બીજીવાર કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા બંગાળના રાજ્યપાલ, મમતા સરકાર પર સાધ્યુ નિશાન

નવી દિલ્હીઃ બંગાળના ઉપરાજ્યપાલ જગદીપ ધનખડે પ્રદેશમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને લઈને મમતા સરકાર પર ફરી હુમલો કર્યો છે. 48 કલાકના અંદરમાં શનિવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બીજીવાર મુલાકાત કર્યા બાદ ધનખડે કહ્યુ- બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી જે પ્રકારે હિંસા થઈ રહી છે, તેવી આઝાદી બાદ ઓછી જોવા મળી છે. આ સમય લોકતંત્ર, બંધારણ અને કાયદો વ્યવસ્થા પર વિશ્વાસ કરવાનો છે. હું અધિકારીઓ અને પોલીસકર્મીઓને આચાર સંહિતા અને નિયમોની અંદર રહેવાની અપીલ કરુ શું. રાજ્યપાલે શનિવારે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી સાથેમુલાકાત કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું કે બન્ને વચ્ચે બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઈ છે. રાજ્યપાલ શુક્રવારે દિલ્હીથી કોલકત્તા પરત જવાના હતા પરંતુ અમિત શાહ સાથે મુલાકાતને કારણે તેમણે દિલ્હી પ્રવાસ એક દિવસ લંબાવી દીધો હતો. રાજ્યપાલે ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પ્રમાણે તેમણે રાષ્ટ્રપતિ તથા કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળમાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ પર રિપોર્ટ સોંપ્યો છે અને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. 

આ પણ વાંચોઃ Corona: આ રાજ્યના લોકોને લૉકડાઉનમાંથી મળી મુક્તિ, સરકારે આપી છૂટ  

ધનખડે ગુરૂવારે રાજધાનીમાં બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલા બુધારે રાષ્ટ્રીય માનવાધિકાર પંચના ચેરમેન જસ્ટિસ અરૂણ કુમાર મિશ્રાને પણ મળ્યા હતા. બંગાળના રાજ્યપાલે દિલ્હી આપી 48 કલાકમાં બે વાર અમિત શાહ સાથે મુલાકાત કરી, જેને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેના પર બંગાળ ભાજપે કહ્યું કે, દિલ્હી જઈને રાષ્ટ્રપતિ તથા કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળની સ્થિતિ પર રિપોર્ટ આપવો રાજ્યપાલની જવાબદારી છે. આમ કરી તેમણે કોઈ અન્યાય કર્યો નથી. 

મહત્વનું છે કે રાજ્યપાલના દિલ્હી પ્રવાસના 24 કલાક પહેલા બંગાળ વિધાનસભામાં નેતા વિપક્ષ સુભેંદુ અધિકારીએ ભાજપના 50 ધારાસભ્યોના પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલની મુલાકાત કરી હતી અને તેમણે બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસા પર રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે બંગાળમાં લોકતંત્ર અંતિમ શ્વાસ ગણી રહ્યું છે. દિલ્હી રવાના થતા પહેલા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને ચૂંટણી બાદ થયેલી હિંસા પર મૌન રહેવા પર સવાલ ઉઠાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube