Loksabha Election 2024: જેણે જીતી દિલ્હીની આ સીટ તેની કેન્દ્રમાં બની સરકાર, 10 વર્ષ બાદ BJP-AAP આમને-સામને

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ઉમેદવારોની જાહેરાત સાથે પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેવામાં આજે આપણે દિલ્હીની પશ્ચિમી દિલ્હી લોકસભા સીટની વાત કરીશું. અહીં જે પાર્ટી જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. તમે પણ જાણો...

Loksabha Election 2024: જેણે જીતી દિલ્હીની આ સીટ તેની કેન્દ્રમાં બની સરકાર, 10 વર્ષ બાદ BJP-AAP આમને-સામને

નવી દિલ્હીઃ Loksabha Election 2024: રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી નવી લોકસભા સીટ પશ્ચિમી દિલ્હી છે. આ સીટ 2009ની ચૂંટણીના થોડા સમય પહેલા અસ્તિત્વમાં આવી હતી. આ સીટ પર અત્યાર સુધી ત્રણ વખત લોકસભા ચૂંટણી થઈ છે. હવે ચોથીવાર ચૂંટણી યોજાવામાં થોડા દિવસ બાકી છે.

આ સીટની ખાસ વાત છે કે પાછલી ત્રણ ચૂંટણીમાં આ સીટ જીતનારી પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી છે. વર્ષ 2009માં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) ના સત્તામાં આવવા પર આ સીટ કોંગ્રેસે જીતી હતી. 2014 અને 2019માં આ સીટ જીતી ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 

છેલ્લી બે ચૂંટણીમાં આ સીટ પર આમ આદમી અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર ઉતારી મુકાબલો ત્રિકોણીય બનાવ્યો હતો. પરંતુ આ વખતે બંને પાર્ટીએ ભાજપ વિરુદ્ધ ગઠબંધન કરી લીધુ છે. 

2024 લોકસભા ચૂંટણીમાં કોની વચ્ચે થશે મુકાબલો
લોકસભા ચૂંટણી 2024માં મુકાબલો ભાજપના કમલજીત સહરાવત અને આપ નેતા મહાબલ મિશ્રા વચ્ચે છે, જેને કોંગ્રેસનું સમર્થન પણ પ્રાપ્ત છે. જ્યાં 2014માં આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી તો 2019માં કોંગ્રેસ બીજા સ્થાને હતી. ભાજપે બંને વખત આ સીટ કબજે કરી હતી. 

2014માં પરવેશ સાહિબ સિંહ વર્માએ 2.68 લાખ મતની અંતરથી ચૂંટણી જીતી હતી, જે તે વર્ષ સુધી સૌથી મોટુ અંતર હતું. 2019માં તેમણે અત્યાર સુધીના સૌથી મોટા અંતર 5.78 લાખ મતથી ચૂંટણી જીતી હતી. છેલ્લી બે ચૂંટણી જીતવા છતાં ભાજપે આ વખતે વર્માની ટિકિટ કાપી દીધી છે. 

2009માં કોંગ્રેસ વિજેતા મહાબલ મિશ્રા 2019માં 2.87 લાખ મતની સાથે બીજા સ્થાને રહ્યાં અને 2014માં 1.93 લાખ મતની સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતા. તેવામાં જ્યાં ભાજપના સહરાવત માટે આ પ્રથમ લોકસભા ચૂંટણી છે, તો મિશ્રા સતત ચોથીવાર આ સીટથી મેદાનમાં છે. 

પશ્ચિમી દિલ્હી લોકસભા સીટ પર 24.88 લાખ મતદાતા
24.88 લાખથી વધુ મતદાતાઓ સાથે પશ્ચિમી દિલ્હી શહેરની સૌથી મોટી લોકસભા સીટ છે. અહીં રાષ્ટ્રીય રાજધાનીના લગભગ 17 ટકા મતદાતા છે. જેમાં 13.27 લાખ પુરૂષ અને 11.61 લાખ મહિલાઓ સામેલ છે. 

આ પ્રથમવારના મતદાતાઓની સાથે-સાથે 80 વર્ષથી વધુ ઉંમરવાળા મતદાતાઓની પણ સૌથી મતદાતા ધરાવથી લોકસભા સીટ છે. દિલ્હીમાં પ્રથમવાર મતદાન કરનાર 1.47 લાખ મતદાતાઓમાંથી 26584 (લગભગ 20 ટકા) આ ક્ષેત્રમાં છે. 

2009ની ચૂંટણી પહેલા બાહરી અને દક્ષિણી દિલ્હી લોકસભા સીટના કેટલાક ક્ષેત્રોને અલગ કરી આ સીટની રચના કરવામાં આવી હતી. તેમાં 10 વિધાનસભા ક્ષેત્ર છે. જેમાં માદીપુર, વિકાસપુરી, ઉત્તમ નગર, દ્વારકા, મટિયાલા, નફઝગઢ, રાજૌરી ગાર્ડન, હરિ નગર, તિલક નગર અને જનકપુરી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લાની આ બધી 10 સીટો આપને મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news