કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા પ્રકારના મંત્રી હોય, રેન્ક પ્રમાણે મંત્રીઓને ક્યા પાવર મળે છે, જાણો

મોદી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થયું. પીએમ મોદીની કેબિનેટમાં 43 નેતાઓએ શપથ લીધા. ત્યારે આવો જાણીએ કેટલા પ્રકારના હોય છે મંત્રી, અને તેમના રેન્ક પ્રમાણે તેમને શું પાવર મળે છે.
 

કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા પ્રકારના મંત્રી હોય, રેન્ક પ્રમાણે મંત્રીઓને ક્યા પાવર મળે છે, જાણો

નવી દિલ્લી: મોદી કેબિનેટના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. જોકે વિસ્તરણ પહેલાં ચોંકાવનારી વાત એ રહી કે 13 કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામા આપી દીધા. ભારતના કેન્દ્રીય મંત્રી મંડળમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે. તેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભારના ત્રણ પ્રકારના મંત્રી હોય છે. તેમાં વધતાથી ઓછા પાવર ક્રમના હિસાબથી કેબિનેટ મંત્રી પહેલા નંબર પર આવે છે. આ કેબિનેટના સભ્ય મંત્રી મંડળનો તે ભાગ હોય છે. જેમના પર મંત્રાલયનું નેતૃત્વ કરવાની જવાબદારી હોય છે. તેના પછી રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) આવે છે, જેમને જુનિયર  મંત્રી કહેવાય છે. જોકે તે કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરતા નથી. તેના પછી ત્રીજો નંબર આવે છે રાજ્ય મંત્રીનો. જે કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે. તેમને સામાન્ય રીતે તે મંત્રાલયમાં એક વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે.

કેબિનેટ મંત્રીના પાવર:
મંત્રી મંડળનો ખાસ ભાગ કેબિનેટ મંત્રીઓની પાસે હોય છે. તેમને એક કે તેનાથી વધારે મંત્રાલય પણ ફાળવવામાં આવે છે. સરકારના બધા નિર્ણયમાં કેબિનેટ મંત્રી હાજર હોય છે. સામાન્ય રીતે દર અઠવાડિયે કેબિનેટની બેઠક થાય છે. સરકાર કોઈપણ નિર્ણય, કોઈ અધ્યાદેશ, નવો કાયદો, કાયદામાં સંશોધન વગેરે કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવે છે. કેબિનેટ મંત્રીને 1 લાખ રૂપિયા મૂળ પગાર મળે છે. તેની સાથે જ ચૂંટણી વિસ્તાર ભથ્થું 70,000 રૂપિયા, કાર્યાલય ભથ્થું 60,000 રૂપિયા અને સત્કાર ભથ્થું 2,000 રૂપિયા મળે છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર):
મંત્રી પરિષદનો ભાગ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીઓની પાસે વહેંચણી મંત્રાલય અને વિભાગની સંપૂર્ણ જવાબદારી હોય છે. પરંતુ તે સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં ભાગ લેતા નથી. કેબિનેટ તેમને તેના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દા પર ચર્ચા અને નિર્ણયો માટે ખાસ પ્રસંગે બોલાવી શકે છે.

રાજ્ય મંત્રી:
મંત્રી પરિષદનો ભાગ રાજ્ય મંત્રી કેબિનેટ મિનિસ્ટરના અંડરમાં કામ કરનાર મંત્રી છે. એક કેબિનેટ મંત્રી મંત્રીના અંડરમાં એક કે તેનાથી વધારે મંત્રી પણ હોય છે. તે ઉપરાંત એક મંત્રાલયની અંદર અનેક વિભાગ હોય છે. જે રાજ્ય મંત્રીઓની વચ્ચે વહેંચવામાં આવે છે. જેથી તે કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં મદદ કરી શકે.

શું મળે છે સુવિધાઓ:
કેબિનેટ મંત્રી હોય કે રાજ્ય મંત્રી સ્વતંત્ર કે રાજ્ય મંત્રી. તમામને સંસદ સભ્યની જેમ જ મુસાફરી ભાડું-યાત્રા સુવિધાઓ, રેલ યાત્રા, સ્ટીમર પાસ, મકાન, ટેલિફોન સુવિધાઓ અને વાહન માટેની રકમ મળે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીઓને પેન્શન, નિશુલ્ક રેલ યાત્રા સુવિધા, મેડિકલ સુવિધાઓ, દિવંગત સભ્યના મૃત્યુના સમયે આશ્રિતને તેનાથી મળનાર પેન્શનના 50 ટકા અને નિશુલ્ક સ્ટીમર સુવિધા મળશે. જ્યારે રાજ્યમંત્રીને પણ સુવિધાઓ કેબિનેટ મંત્રી બરોબર મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news