PM મોદી મંત્રીમંડળમાં ગુજરાતના આ 5 મંત્રીઓને જાણો કઈ જવાબદારીઓ સોંપવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. ત્યારે આ મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે

PM મોદી મંત્રીમંડળમાં ગુજરાતના આ 5 મંત્રીઓને જાણો કઈ જવાબદારીઓ સોંપવામાં આવી

ઝી મીડિયા બ્યુરો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. ત્યારે આ મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પહેલાથી કેન્દ્રમાં છે, જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે મંત્રી હર્ષવર્ધનના રાજીનામા બાદ આરોગ્ય મંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતની સંખ્યા છ પર પહોંચી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ સિવાય રાજ્યસભા સાંસદ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવી પ્રમોશન આપવામાં આવ્યું છે. તો રાજ્યમંત્રી તરીકે ગુજરાતના ત્રણ નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શના જરદોશને પણ રાજ્યમંત્રી તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના પ્રતિનિધિની સંખ્યા છ થઈ ગઈ છે.

 

ગુજરાતમાંથી આ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા

1. મનસુખ માંડવિયાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલાયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે આ સાથે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

2. પરસોત્તમ રૂપાલાને ફિશરીઝ મંત્રાલય અને પશુપાલન તેમજ ડેરી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

3. સુરતના સાંસદ દર્શના જરદોશને રાજ્ય કક્ષાના ટેકસટાઇલ અને રેલવે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

4. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના કમ્યુનિકેશન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

5. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news