સુહાગરાતે જ દુલ્હને કર્યો દાવ! પતિએ ઘૂંઘટ ઉંચો કરતા જ પત્ની બોલી, 'મને સેક્સ પસંદ નથી'

આ કિસ્સામાં લવ મેરેજ બાદ દુલ્હને સુહાગરાત ના મનાવતા દરેક લોકોને આશ્ચર્યમાં થયું હતું. આ ગંભીર મુદ્દાને પંચાયતમાં ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ દુલ્હન પોતાની જિદ પર અડગ રહી હતી. ત્યારબાદ સાસરી પક્ષના લોકો યુવતીને લઈને નારી ઉત્થાન કેન્દ્ર લઈને ગયા.

સુહાગરાતે જ દુલ્હને કર્યો દાવ! પતિએ ઘૂંઘટ ઉંચો કરતા જ પત્ની બોલી, 'મને સેક્સ પસંદ નથી'

નવી દિલ્હી: આજકાલ યંગસ્ટર્સમાં લવ મેરેજનો ક્રેઝ વધ્યો છે, પરંતુ ઘણી વખત લવ મેરેજ કર્યા બાદ માઠા પરિણામો પણ વેઠવા પડે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં લવ મેરેજ કર્યા બાદ એક દુલ્હને પોતાના પતિ સાથે સુહાગરાતે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર કરી દીધો. આ કિસ્સામાં આશ્ચર્ય ઉપજાવે તેવી વાત એ રહી કે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ચાર વર્ષોથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બન્નેના પરિવારજનો આ સંબંધ માટે તૈયાર નહોતા પરંતુ પ્રેમ આગળ પરિવારજનોએ નમતું જોખ્યું હતું અને બન્ને જણાંની ધામધૂમથી લગ્ન કરાવ્યા. પરંતુ સુહાગરાત પર દુલ્હને ખેલ કર્યો હતો, એટલે કે શારીરિક સંબંઘ બાંધવાની ના પાડી દીધી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુહાગરાતે જ્યારે દુલ્હને પોતાના પતિને જણાવ્યું કે મને શારીરિક સંબંધ બાંધવાનું બિલકુલ પસંદ નથી. શરૂઆતમાં દુલ્હાને લાગ્યું કે કદાચ તેની પત્ની તેની સાથે મઝાક કરી રહી છે, પરંતુ પત્નીએ સ્પષ્ટ કરી નાંખ્યું કે તે કોઈપણ હાલમાં ક્યારેય પણ શારીરિક સંબંધ બાંધશે નહીં, કારણ કે તેણે આવું કરવું બિલકુલ પસંદ નથી. આ સાંભળીને યુવકના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પરિવારજનોએ યુવતીને ખૂબ સમજાવી, પરંતુ તે એકની બે ના થઈ અને સેક્સ માટે ઈનકાર કરતી રહી હતી.

આ કિસ્સામાં લવ મેરેજ બાદ દુલ્હને સુહાગરાત ના મનાવતા દરેક લોકોને આશ્ચર્યમાં થયું હતું. આ ગંભીર મુદ્દાને પંચાયતમાં ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ દુલ્હન પોતાની જિદ પર અડગ રહી હતી. ત્યારબાદ સાસરી પક્ષના લોકો યુવતીને લઈને નારી ઉત્થાન કેન્દ્ર લઈને ગયા. જ્યાં યુવતીનું કાઉન્સિલિગ કરવામાંઆવ્યું, પરંતુ ત્યાં પણ તેણે શારીરિક સંબંધ બાંધવા મુદ્દે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. પછી બન્ને જણાંએ પોતાની મરજીથી આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

આ મામલે નારી ઉત્થાન કેન્દ્રની કાઉન્સિલર ઋતુ નારંગે જણાવ્યું, આ એક પ્રેમ કહાની હતી. જેમાં યુવક અને યુવતી વચ્ચે છેલ્લા 4 વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. યુવતીએ પોતાના પ્રેમીને જણાવ્યું કે, હું તારી સાથે લગ્ન કરીશ, જો એવું ના થયું તો ઝેર ખાઈને પોતાનો જીવ ત્યાગી દેશે. યુવતીએ આ વાત યુવકની માતા અને ભાભી સાથે પણ કરી હતી. એટલું જ નહીં, યુવતીએ સાસરીમાં જઈને કહ્યું હતું કે જો તમે લોકો લગ્ન નહીં કરાવો તો હું ઝેર ખાઈ લઈશ.

પછી યુવકે જણાવ્યું કે, બરાબર છે, અમે લગ્ન કરી લઈએ છીએ. પછી યુવકની માતા યુવતીના પરિવારજનોને મળવા ગઈ અને તેમણે બન્નેના સંબંધની વાત કરી. યુવતી તરફથી પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નહોતા. પરંતુ દીકરીની જીદ આગળ તેઓ હારી ગયા. બન્ને પરિવારજનોએ આખરે મળીને ખુશી-ખુશી લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ જે દિવસે સુહાગરાત હતી ત્યારે યુવતીએ કહ્યું કે, 'I am not Comfortable' એટલે કે સેક્સ કરવા માટે હું તૈયાર નથી. જ્યારે છેલ્લા ચાર વર્ષ સુધી બન્ને જણાનું લવ અફેર ચાલ્યું ત્યારે યુવતીની ઉંમર 23 વર્ષની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news