ચંદીગઢ કોનું? પંજાબ બાદ હરિયાણાએ પણ બોલાવ્યું વિધાનસભાનું વિશેષ સત્ર
ચંદીગઢ પર દાવાને લઈને પંજાબમાં એક વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. હવે હરિયાણામાં પાંચ માર્ચે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. બંને રાજ્યોની રાજધાની ચંદીગઢ છે.
Trending Photos
ચંદીગઢઃ ચંદીગઢ પર પંજાબના દાવા બાદ હવે હરિયાણા સરકારે પણ 5 એપ્રિલે એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના આવાસ પર યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલાં 1 એપ્રિલે પંજાબમાં વિશેષ સત્ર બોલાવ્યું હતું અને ચંદીગઢ પર પોતાના દાવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. ચંદીગઢ હરિયાણાની પણ રાજધાની છે તેથી ત્યાંની સરકારે પ્રતિક્રિયા આપી છે.
હરિયાણાના મુખ્યમંત્રીએ પંજાબના પ્રસ્તાવ વિશે કંઈ કહ્યું નથી. પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયન નેશનલ લોક દળે તત્કાલ વિધાનસભા સત્ર બોલાવવા અને સર્વદળીય બેઠકની માંગ કરી છે. તો હરિયાણામાં આમ આદમી પાર્ટીના સ્ટેટ યુનિટે પણ કોઈ નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો છે.
સૂત્રોનું કહેવું છે કે હરિયાણા સરકાર પંજાબ સરકારના પ્રસ્તાવ વિરુદ્ધ કોઈ પ્રસ્તાવ લાવવાની નથી પરંતુ એસવાઈએલ મુદ્દાને ફરીથી ઉઠાવવા ઈચ્છે છે. 5 એપ્રિલે સવારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક થશે અને 11 કલાકે સત્રની શરૂઆત થશે.
મહત્વનું છે કે વિધાનસભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ હતુ કે આપસી ભાઈચારાની સાથે જનતાની ભાવનાઓને ધ્યાનમાં રાખી અમે એકવાર ફરી ચંદીગઢને સામેલ કરવાનો પ્રસ્તાવ રાખીએ છીએ. તો કેટલાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં કામ કરનાર તમામ સરકારી કર્મચારીઓ પર કેન્દ્રના નિયમ લાગૂ કરવામાં આવશે. મહત્વનું છે કે પાકિસ્તાનના વિભાજન બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે ચંદીગઢ પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે