Analysis: 2024 પહેલા UPA નો 'ખેલા' ખતમ, આગામી ચૂંટણી હવે મોદી Vs મમતા હશે?

શું મમતા બેનર્જી હવે મોદી વિરુદ્ધ વિપક્ષનો સૌથી મોટો ચહેરો બની ચૂક્યા છે? અને આગામી લોકસભા ચૂંટણીમાં શું તેઓ પ્રધાનમંત્રી પદના દાવેદાર પણ બનશે અને જો આમ થયું તો આગામી ચૂંટણી મોદી Vs મમતાના નામ પર લડવામાં આવશે. 

Updated By: Dec 2, 2021, 06:59 AM IST
Analysis: 2024 પહેલા UPA નો 'ખેલા' ખતમ, આગામી ચૂંટણી હવે મોદી Vs મમતા હશે?
ફાઈલ ફોટો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ના મુંબઈ પ્રવાસથી બે વાત સામે આવી છે. પહેલી એ કે તેમણે કહ્યું છે કે યુપીએ (UPA) નું હવે કોઈ અસ્તિત્વ નથી જેનો અર્થ એ થયો કે તેઓ વિપક્ષમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) ની લીડરશીપને સીધે સીધો પડકાર ફેંકી રહ્યા છે અને બીજી વાત એ કે તેમણે બુધવારે સિવિલ સોસાયટીના લોકોની એક બેઠક બોલાવી જેમાં મોદી વિરોધી લોકો હતા અને તેમણ મમતા બેનર્જીને આગામી પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી. સવાલ એ ઉઠે છે કે શું મમતા બેનર્જી હવે મોદી (PM Narendra Modi)  વિરુદ્ધ વિપક્ષનો સૌથી મોટો ચહેરો બની ચૂક્યા છે? અને આગામી લોકસભા ચૂંટણીમાં શું તેઓ પ્રધાનમંત્રી પદના દાવેદાર પણ બનશે અને જો આમ થયું તો આગામી ચૂંટણી મોદી Vs મમતાના નામ પર લડવામાં આવશે. 

ભારતના રાજકારણમાં મોટો ફેરફાર
મમતા બેનર્જીએ બુધવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આમ તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ત્રણ પાર્ટીઓનું ગઠબંધન છે પરંતુ આ બેઠકમાં મમતા બેનર્જીના પ્રવાસમાં કોંગ્રેસને આઘે રાખવામાં આવી. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ નવો મોરચો તૈયાર કરવા પર ચર્ચા થઈ અને આ ચર્ચા દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા. આ બેઠક બાદ મમતા બેનર્જીએ UPA નું અસ્તિત્વ ખતમ થવાની વાત પણ કરી અને ઈશારામાં રાહુલ ગાંધીને તેમના વિદેશ પ્રવાસ બદલ નિશાના પર લીધા. આ સિવાય શરદ પવારે મમતા બેનર્જી સાથે મજબૂત ફ્રન્ટ બનાવવાની પણ વાત કરી છે. આ ભારતના રાજકારણમાં એક મોટો ફેરફાર છે. 

મહિલાની નિર્દયતાથી પીટાઈનો Video થયો વાયરલ, AAP ધારાસભ્ય પર આરોપ

હવે વિપક્ષમાંથી પણ કોંગ્રેસ સાફ
અત્યાર સુધી તમે NDA વિરુદ્ધ વિપક્ષમાં UPA ને જ જોતા હતા અને તેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા પરંતુ હવે આ ગઠબંધન અનૌપચારિક રીતે તૂટી ગયું છે અને તૃણમૂલ કોંગ્રેસે તેમાં ગાબડ઼ું પાડ્યું છે જે પહેલા UPA નો ભાગ હતી. આ એક નવા પ્રકારની રાજનીતિ છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ એક નવો મોરચો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેને મમતા બેનર્જી લીડ કરતા જોઈ શકાય છે. તેના બે અર્થ નીકળે છે. પહેલો એ કે આજની TMC એક રીતે નવી કોંગ્રેસ બની ગઈ છે જેમાં તેણે વિપક્ષમાંથી કોંગ્રેસને લગભગ સાફ કરી દીધી છે અને પોતે તેની જગ્યા લઈ લીધી છે. બીજી વાત એ કે મમતા બેનર્જીના આ પગલાંથી વિપક્ષી રાજનીતિમાં કોંગ્રેસની પ્રાસંગિકતા અને ગાંધી પરિવારનું કદ પહેલા કરતા ઘટી ગયું છે. બની શકે કે આગામી 2024ની લોકસભા ચૂંટણી મોદી Vs. મમતા વચ્ચે હોય. જો કે અહીં સવાલ એ પાર્ટીઓનો પણ છે જેમની સાથે મળીને મમતા બેનર્જી નવો મોરચો બનાવી રહ્યા છે. 

વધુ વિગતો માટે જુઓ Video

મમતા સાથે પાર્ટીઓ એ જ છે જે UPA નો ભાગ હતી
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જ્યારે આ  પાર્ટીઓ UPA નો ભાગ હતી ત્યારે UPA ને લોકસભાની 543 બેઠકોમાંથી ફક્ત 92 બેઠકો પર જીત મળી હતી. જેમાંથી અડધા કરતા વધુ 52 બેઠકો કોંગ્રેસની હતી. તે સમયે UPA ની 10 પાર્ટીઓને એક પણ સીટ મળી નહતી અને 9 પાર્ટીઓને 5 કે તેનાથી પણ ઓછી લોકસભા બેઠકો પર જીત મળી હતી. એટલે કે મમતા બેનર્જી TMC ને નવી કોંગ્રેસ બનાવીને UPA જેવો મોરચો તો બનાવી શકે છે પરંતુ આ મોરચામાં લગભગ એ જ પાર્ટીઓ હશે જેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કર્યો હતો. જો કે મમતા બેનર્જીની આ કોશિશથી કોંગ્રેસ હેરાન પરેશાન જોવા મળી રહી છે અને તેણે પાગલપણું જણાવ્યું છે. 

હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો

રાજનીતિનો રોજગાર મેળો
મમતા બેનર્જીએ સિવિલ સોસાયટીના લોકો સાથે પણ બેઠક કરી હતી જેમાં મોદી વિરોધી લોકો હતા અને તેમણે મમતા બેનર્જીને આગામી પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી. આ બેઠકમાં બેરોજગાર નેતાઓથી લઈને બેરોજગાર અભિનેતા, ફિલ્મકાર, લેખક અને સામાજિક કાર્યકરો સામેલ થયા હતા. તેમાં શત્રુધ્ન સિન્હા પણ જોવા મળ્યા જે કોઈ જમાનામાં NDA સરકારમાં મંત્રી હતા પરંતુ આજે તેઓ ત્રીજી પંક્તિમાં બેસવા માટે મજબૂર હતા. તમે કહી શકો કે આ રાજનીતિનો એક રોજગાર મેળો હતો જેમાં તમામ લોકો પોત પોતાના માટે સંભાવનાઓ શોધતા આવ્યા હતા અને આ બધા લોકોએ મમતા બેનર્જીના વખાણ કર્યા અને તેમને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube