article 35a

જમ્મુના મેયર ચંદ્રમોહનનું મહત્વનું નિવેદન, ‘અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે’

ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ (All India Mayors Council) ના સભ્યોની એક બેઠકનું આયોજન સુરત (Surat)માં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ જમ્મુ-કાશ્મીરથી આવેલા જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા (ChandraMohan Gupta)એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન ગુજરાત અને સુરતના વિકાસથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારે 370 ની (Article 370) કલમ હટાવીને ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, ત્યારે જમ્મુનો વિકાસ કરવો એ અમારા માટે મહત્વનું છે. ગુજરાતીઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર (jammu Kashmir) ની મુલાકાત લે છે. ત્યારે અમારી ઇચ્છા છે કે અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે. ગુજરાતના લોકોના ઘર જમ્મુમાં હોય અને બિઝનેસ માટેની ઓફિસો પણ ત્યાં હોય તેવું અમે ઈચ્છીએ છીએ.

Oct 13, 2019, 02:29 PM IST

370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી

ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર રહ્યા હતા

Oct 12, 2019, 09:24 PM IST

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

કાશ્મીરના 99 વિસ્તારોમાંથી તમામ પ્રતિબંધો હટી ચુક્યા છે, જમ્મુ કાશ્મીરની પોસ્ટપેઇડ મોબાઇલ સેવા પણ સોમવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે

Oct 12, 2019, 08:08 PM IST

પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370માં પરિવર્તન બાદ પાકિસ્તાન (Pakistan) ધુંધવાટ યથાવત્ત છે

Sep 16, 2019, 10:46 PM IST

પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બંધ કરે, નહી તો ટુકડે ટુકડા થઇ જશે: રાજનાથની ચેતવણી

રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ નહી તો તેના ટુકડા થતા નહી અટકાવી શકે

Sep 14, 2019, 11:44 PM IST

UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.

Sep 10, 2019, 08:45 PM IST

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોડી પાર્ટી

કૃપાશંકર સિંહે રાજીનામું કાશ્મીરમાંથી આર્ટિકલ 370 તથા 35A હટાવવા અંગે કોંગ્રેસ માટે ગયેલા સ્ટેન્ડથી નાખુશ થઇને આપ્યું છે

Sep 10, 2019, 07:39 PM IST

UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં તેને મુદ્દો બનાવવાનાં ભરચક પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને મંગળવારે 115 પેજના ખોટા અહેવાલોનો ભારો ઠાલવીને ભારત પર આરોપ લગાવ્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ભારત પર કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી અને યુએનએ આમાં દખલ કરવી જોઇએ. પાકિસ્તાન આવા મનઘડંત આરોપોને ભારત થોડા જ સમયમાં જવાબ રજુ કરશે. 

Sep 10, 2019, 04:11 PM IST

થાળે પડતું જનજીવન: જમ્મુ કાશ્મીરનાં 93 ટકા હિસ્સા પરથી પ્રતિબંધ હટ્યો

જમ્મુ કાશ્મીરમાંથી ધીરે ધીરે લગાવાયેલા તમામ પ્રતિબંધો હટી રહ્યા છે અને જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે

Sep 3, 2019, 12:10 AM IST

કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લાનો બદલાયો વેશ: આવી રીતે પસાર કરે છે દિવસો

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા બાદ તેના પરિવારનાં અનેક સભ્યો એક સાથે મળવાની પરવાનગી  સોમવારે પહેલીવાર અપાઇ

Sep 2, 2019, 11:49 PM IST

370ની આડમાં 2-4 પરિવાર લાભ ઉઠાવતા હતા, હવે કાશ્મીરીઓને ફાયદો થશે: લઘુમતી પંચ

લઘુમતી પંચ (Minorities Commission) ના ચેરમેન ગયરુલ હસન રિઝવી (Gairul Hasan Rizvi) એ કહ્યું કે, કલમ 370 લાગુ થયાનાં માત્ર બે ચાર પરિવારોને જ ફાયદો મળતો હતો. હવે જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના લોકોને ફાયદો મળશે. રિઝવીએ કહ્યું કે, અત્યાર સુધી 370 હોવાનાં કારણે લઘુમતી પંચ જમ્મુ કાશ્મીરમાં ઇફેક્ટિવ નહોતું. 370 હટ્યા બાદ લઘુમતી પંચ હવે જમ્મુ કાશ્મીરનાં લોકોનું પણ દુખ દર્દ વહેંચી શકે. ગયરુલ હસન રિઝવીએ કહ્યું કે, લઘુમતી પંચનાં તમામ સભ્ય અને વરિષ્ઠ અધિકારીઓનું એક ડેલિગેશન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે.

Aug 29, 2019, 09:48 PM IST

ટ્રક ચાલક કહેતા રહ્યો હું કાશ્મીરી છું, છતા પ્રદર્શનકર્તાઓએ લઇ લીધો જીવ

અનંતનાગમાંથી પસાર થઇ રહેલા એક ટ્રકને સુરક્ષાદળની ગાડી સમજીને સ્થાનિકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો

Aug 26, 2019, 09:14 PM IST

આર્ટિકલ 370: હવે વિકાસની રાહ દોડશે J&K, સરકારની 85 યોજનાઓ લાગુ

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કાશ્મીરના અચ્છે દિન હવે ચાલુ થવાનાં છે

Aug 26, 2019, 12:13 AM IST

શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો

સંશોધન પહેલા અનુચ્છેદ 370 અનુસાર જમ્મુ કાશ્મીરનાં નાગરિકો પાસે બેવડી નાગરિકતા મળતી હતી

Aug 25, 2019, 06:21 PM IST

રાહુલની કાશ્મીર યાત્રા અંગે સત્યપાલ મલિકે કહ્યું અહીં તેમની કોઇ જરૂર નથી

રાજ્યનાં રાજ્યપાલે કહ્યું કે, સદ્ભાવનાથી રાહુલ ગાંધીને સદ્ભાવનાથી આમંત્રીત કર્યા હતા, પરંતુ તેમણે રાજનીતિ શરૂકરી દીધી

Aug 24, 2019, 08:13 PM IST
Triangle Demand In Jammu Kashmir PT5M13S

કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં તિરંગાની માંગ વધી

સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે

Aug 14, 2019, 01:05 PM IST
Modi Goverment Development For Kashmir PT9M19S

કાશ્મીરના વિકાસ માટે શું છે મોદી સરકારનો પ્લાન? જાણો

સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલ ખીણમાં છે, તેઓ બકરી ઇદનાં દિવસે શ્રીનગરનાં લોકો સાથે મુલાકાત યોજી આ ઉપરાંત શોપિયા અને અનંતનાગમાં પણ લોકો સાથે મુલાકાત કરી. ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે ભ્રામક માહિતી અને અફવા ફેલાવનારા કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સને બંધ કરવાની ભલામણ કરી છે

Aug 13, 2019, 11:10 AM IST

Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરની બે રાજકીય પરિવાર અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખીને તેની બિનકાયદેસર સંપત્તીઓની તપાસ કરાવવાની માંગ કરીશ

Aug 11, 2019, 07:56 PM IST

પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો

આ અંગે ગુપ્તચર એજન્સીઓએ કેટલાક સમય પહેલા જ આ તમામ અતિસંવેદનશીલ ગુપ્ત માહિતીઓથી સરકારને અવગત કરાવી દીધા છે

Aug 11, 2019, 07:38 PM IST

જમ્મુ કાશ્મીર: થાળે પડતું જનજીવન, શાળા-કોલેજો શરૂ, નેટમાં આશિક છુટછાટ

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી ધીરે ધીરે પાટે ચડતી જાય છે. ગુરૂવારે અનેક સ્થળો પર કર્ફ્યુમાં છુટછાટ અપાઇ હતી

Aug 9, 2019, 05:00 PM IST