બિન સચિવાલય આંદોલનને કોંગ્રેસે દત્તક લીધું, પરીક્ષા રદ્દ ન થાય ત્યાં સુધી ધાનાણીના ધરણા
બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે
Trending Photos
અમદાવાદ : બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતીમાં વિદ્યાર્થી જુથોમાં બે ફાટ પડી ચુકી છે. એક જુથ મેદાન છોડીને જતુ રહ્યું છે. જ્યારે બીજા જુથે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી સહિતનાં નેતાઓનો સંપર્ક કર્યો હતો. જેના કારણે તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. હાલ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, કોંગ્રેસ ગુજરાત પક્ષ પ્રમુખ અમિત ચાવડા પણ ત્યાં પહોંચી ચુક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે.
પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ પહોંચી ચુક્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચુકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આહ્વાન કર્યું છે.
સુરતમાં 200 રૂપિયામાં 'વહીવટ' કરતા TRB જવાનનો વીડિયો વાઇરલ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં મોટુ આંદોલન ચલાવાઇ રહ્યું છે. જેમાં આ તમામ વિદ્યાર્થીઓનાં નેતા તરીકે જે ચહેરો ઉભરી રહ્યો છે તે યુવરાજસિંહ છે. આ વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે અનેક વખત આસિક વોરાને મળીને રજુઆત કરી હોવાનો પણ દાવો કરી રહ્યો છે. તો સરકાર સાથેની મંત્રણામાં પણ તે તમામ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બનીને ગયો હતો. જો કે આ યુવરાજસિંહે પોતે જ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જ નહી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે