LPG News: વર્ષમાં તમે લઈ શકશો 15 એલપીજી સિલિન્ડર, પરંતુ બધા સિલિન્ડર પર સબસિડી નહીં મળે, જાણો કેમ?
LPG News: રસોઈ ગેસ તરીકે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક જાણવા જેવા સમાચાર છે. અને તે એ છે કે એક વર્ષમાં તમને લગભગ 15 સિલિન્ડર મળી શકશે.
Trending Photos
LPG News: રસોઈ ગેસ તરીકે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક જાણવા જેવા સમાચાર છે. અને તે એ છે કે એક વર્ષમાં તમને લગભગ 15 સિલિન્ડર મળી શકશે. પરંતુ દરેક સિલિન્ડર પર સબસિડી મળવી જરૂરી નથી. ઘરેલુ ગેસ એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે સપ્ટેમ્બર 2022થી ફિક્સ થઈ ગઈ છે. નવા નિયમ પ્રમાણે હવે ગ્રાહક 1 વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર ખરીદી શકશે.
વર્ષમાં 12 સિલિન્ડર પર જ સબસિડી મળશે:
મીડિયા રિપોર્ટસ પ્રમાણે એક વર્ષમાં કોઈપણ ગ્રાહકને 15 સિલિન્ડરથી વધારે નહીં મળે. તે સિવાય ગ્રાહક મહિનામાં માત્ર સિલિન્ડર જ ખરીદી શકશે. તેનાથી વધારે સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર મેળવવા માટે મહિનો કે વર્ષનો કોઈ કોટા નક્કી ન હતો. નવા નિયમ પ્રમાણે હવે વર્ષમાં સબસિડીવાળા માત્ર 12 જ સિલિન્ડર મળશે. જો તમે 12થી વધારે સિલિન્ડર ખરીદો છો તો તમને તેના પર સબસિડી નહીં મળે. બાકીના સિલિન્ડર માટે ગ્રાહકે પૂરેપૂરા પૈસા ચૂકવવા પડશે.
નિયમમાં કેમ ફેરફાર કરવામાં આવ્યો:
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાશનિંગ માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ નવો નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે. કેમ કે ઘણા સમયથી ફરિયાદ મળી રહી હતી કે ઘરેલુ સબસિડી વિનાની રિફીલ કમર્શિયલ કરતાં સસ્તી હોવાના કારણે તેનો ઉપયોગ વધારે થવા લાગ્યો હતો. આ જ કારણે સિલિન્ડર પર રાશનિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ
નવા કનેક્શન પર 1600 રૂપિયાની મદદ મળશે:
એલપીજીનું નવું ગેસ કનેક્શન લેનારા લોકોને કેન્દ્રની મોદી સરકાર આર્થિક મદદ આપી રહી છે. જો તમે 14.2 કિલોનો એલપીજી સિલિન્ડર લઈ રહ્યા છો તો તમને 1600 રૂપિયાની મદદ આપવામાં આવશે. તેની સાથે જ જો તમે 5 કિલોવાળું સિલિન્ડર લઈ રહ્યા છો તો તમને 1150 રૂપિયાની આર્થિક મદદ મળશે. સરકાર તરફથી જે આર્થિક મદદ મળશે તેમાં સિલિન્ડર માટે સિક્યોરિટી ડિપોઝીટ, પ્રેશર રેગ્યુલેટર, એલપીજી હોસ, ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ અને ઈન્સ્પેક્શન-ઈન્સ્ટોલેશન-ડેમોન્સ્ટ્રેશન ચાર્જીસનો સમાવેશ થાય છે.
કોને મળશે આર્થિક મદદ:
મોદી સરકાર આ આર્થિક મદદ તે લોકોને આપી રહી છે. જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિન્ડરનું કનેક્શન લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત સિલિન્ડર લેવાનો ફાયદો એ છે કે પહેલીવાર ભરેલો સિલિન્ડર મળશે. તેની સાથે જ હોટ પ્લેટ એટલે સ્ટવ પણ ફ્રીમાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત ગરીબ પરિવારો માટે થઈ હતી.
આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે