Surat: 580 રૂપિયામાં એક કિલો 'બચપન કા પ્યાર' અને 9 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યું છે ગોલ્ડ!
સુરત (Surat) ની આ મિઠાઇની દુકાનમાં ફક્ત 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) જ નહી પરંતુ દેશ અને દુનિયાની સૌથી સસ્તું ગોલ્ડ એટલે કે સોનું પણ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: સુરત (Surat) શહેરમાં 580 રૂપિયામાં એક કિલો 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) વેચાઇ રહ્યું છે. આ વાત સાંભળીને થોડું અટપટું જરૂર લાગશે પરંતુ આ વાત 100 ટકા સાચી છે. 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) પણ સુરતની મિઠાઇની દુકાનમાં વેચાઇ રહી છે જેને ખરીદવા અને જોવા માટે લોકો આવી રહ્યા છે.
સુરત (Surat) ની આ મિઠાઇની દુકાનમાં ફક્ત 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) જ નહી પરંતુ દેશ અને દુનિયાની સૌથી સસ્તું ગોલ્ડ એટલે કે સોનું પણ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. આ બંને વસ્તુઓ શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) ગીત ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને આ બચપન કા પ્યાર (Bachapan Ka Pyar) ને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું જ કંઇક જોવા મળી રહ્યું છે સુરત (Surat) ની આ 24 કેરેટ નામની મિઠાઇની દુકાનમાં જ્યાં 'બચપન કા પ્યાર' 580 રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે.
Raksha Bandhan: કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી
'બચપન કા પ્યાર' મિઠાઇમાં શુ છે ખાસ
અહીં 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) મિઠાઇના રૂપમાં હાજર છે જે આ રક્ષાબંધન (Raksha Bandhan) પર ભાઇ અને બહેન વચ્ચે બાળપણની યાદ અપાવશે. જોકે આ મિઠાઇને બનાવનાર દુકાનદાર રાધા મિઠાઇવાળાનું કહેવું છે કે આ મિઠાઇમાં બબલગમ ફેલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા સમય પહેલાં બાળકોની મનપસંદ ચોકલેટ હતી. બબલગમ ફ્લેવરની મિઠાઇ ખાધા પછી ભાઇ બહેનને બાળપણની યાદ અપાવશે. એટલા માટે તેનું નામ 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) રાખવામાં આવ્યું છે.
એટલું જ નહી મિઠાઇની આ દુકાનમાં 9000 રૂપિયા કિલોના ભાવની ગોલ્ડ મિઠાઇ (Gold Sweet) પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. દુકાનદારના અનુસાર ખાવાના શોખીન લોકો આ મિઠાઇને ખરીદે છે.
24 કેરેટ દુકાનના માલિક રાધા મિઠાઇવાળા કહે છે કે ગત વર્ષે લોકડાઉનના લીધે મિઠાઇ વેચનારાઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ આ વખતે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઇ ચૂક્યા છે તો વેચાણ પણ વધી રહ્યું છે અને વિદેશમથી તેમના ત્યાં ગોલ્ડ મિઠાઇ (Gold Sweet) ના ઓર્ડર આવી રહ્યા છે.
રક્ષાબંધનને લઇને 'બચપન કા પ્યાર' (Bachapan Ka Pyar) મિઠાઇની કેવી ખરીદી થશે. તે કહેવું મુશ્કેલ છે પરંતુ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાનાર ગોલ્ડ મિઠાઇના ગ્રાહકો અમને જરૂર દુકાનમાંથી જ મળી જશે.
દુકાન પર મિઠાઇ ખરીદવા આવેલા એક ગ્રાહકે કહ્યું હતું કે ગોલ્ડ મિઠાઇ ખરીદવા પહોંચ્યા અને તેમણે 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાનાર એક કિલો મિઠાઇ ખરીદી જેનું બિલ પણ બતાવ્યું. મંદીના આ દૌરમાં મોંઘી મિઠાઇ ખરીદનાર ગ્રાહકે કહ્યું કે શોખ બડી ચીઝ હૈ અને તેના લીધે ગોલ્ડ મિઠાઇ ખરીદી છે.
પોતાની પ્રોડક્ટની બ્રાંડિંગ અને માર્કેટિંગને જ્યાં કંપનીઓ અન્ય પ્રતિષ્ઠિત મોડલ વગેરે પર લાખો રૂપિયા ખર્ચ કરે છે તો બીજી તરફ આ દુકાનદારે 'બચપન કા પ્યાર' વાળો વાયરલ વીડિયોનો ઉપયોગ કરી પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરી નાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે