રાજસ્થાન: સ્પીકર ફરી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના આદેશને પડકાર્યો
રાજસ્થાન (rajasthan)માં પાયલોટ (pilot) જૂથના ધારાસભ્યોની અયોગ્યતાનો કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ (supreme court) પહોંચી ગયો છે. સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી દાખલ કરીને રાજસ્થાન હાઇકોર્ટના 24 જુલાઇના આદેશને પડકાર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: રાજસ્થાન (rajasthan)માં પાયલોટ (pilot) જૂથના ધારાસભ્યોની અયોગ્યતાનો કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ (supreme court) પહોંચી ગયો છે. સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી દાખલ કરીને રાજસ્થાન હાઇકોર્ટના 24 જુલાઇના આદેશને પડકાર્યો છે. આ આદેશમાં હાઇકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જેના લીધે સ્પીકર પોતાની પાસે પેન્ડિંગ સચિન પાયલોટ જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહી પર હાલ ચૂકાદો લઇ શકે નહી.
કિહિટો હોલોહોન કેસનો હવાલો આપ્યો
સ્પીકરે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના 1992ના કિહિટો હોલોહોન કેસમાં આપેલા સંવિધાન પીઠના નિર્ણયનો હવાલો આપ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્પીકરના સામે અયોગ્યતાની કાર્યવાહીને પેડિંગ રહેતા કોર્ટ દરમિયાનગિરી આપી ન શકે. પરંતુ હાઇકોર્ટે આ મામલે લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું.
સ્પીકર સીપી જોશીએ પોતાની અરજીમાં કહ્યું કે સ્પીકરની શક્તિ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે એક જૂનો ચૂકાદો રાખ્યો છે. તે નિર્ણય એ છે કે જ્યાં સુધી સ્પીકર કોઇ ધારાસભ્યને અયોગ્ય ગણાવવાની પ્રક્રિયા પુરી કરી લેતા નથી. તે પહેલાં કોઇ કોર્ટમાં સ્પીકરની આ કાર્યવાહીને પડકકારવામાં આવતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે