કરોડપતિ બનવા લોટરીની ટિકિટો લેવાનું છોડો, આ વસ્તુની ખેતી કરાવશે કરોડોની કમાણી!
Trending Photos
નવી દિલ્હીઃ નોકરી-ધંધાની શોધમાં રહેતા યુવાનો માટે પણ એક સારી તક છે. નોકરીના ધક્કા ખાવાને બદલે એગ્રીકલ્ચર તરફ વળવાની જરૂર છે. એગ્રીકલ્ચરમાં પરંપરાગત ખેતીને બદલે કંઈક હટકે કંઈક જુદું કરશો તો જરૂર તેમાં તમને સફળતા મળશે. એના માટે તમારે મહેનત કરવી પડશે પણ થોડા જ સમયમાં તમને પરિણામ દેખાવા લાગશે. ઘણાં લોકો કરોડપતિ બનવા માટે વર્ષોથી લોટરીઓની ટિકિટો ખરીદતા હોય છે. સાગના લાકડાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ક્યારેય ઉધઈ નથી લાગતી. જેના કારણે સાગનું લાકડું લાંબા સમય સુધી ટકી રહે છે. અને તેના માટે જ તેની સૌથી વધારે માગ રહેતી હોય છે. જો કે સાગની ખેતી કરવામાં કેટલીક બાબતોની ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. ડિમાન્ડ અને કમાણીના લીધે સાગના ઝાડની ખેતી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. સાગના વૃક્ષોનું વાવેતર કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ આવક મેળવી શકે છે..સાગના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, જહાજો, રેલવે કોચ અને ફર્નિચર બનાવવા માટે થાય છે. જેથી તેની ડિમાન્ડમાં સતત વધારો થતો રહે છે.
સાગનું લાકડું, છાલ, પાંદડા છે ખૂબ જ ઉપયોગી-
સાગના લાકડામાં ક્યારેય ઉધઈ હોતી નથી. જેથી સાગના લાકડાને લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ જ કારણે સાગના લાકડામાંથી બનતી વસ્તુઓ ઝડપથી બગડતી નથી. વસ્તુઓ બનાવવા ઉપરાંત સાગના ઝાડની છાલ અને પાંદડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની શક્તિની દવાઓ બનાવવામાં પણ થાય છે.
ઠંડા પ્રદેશમાં આટલી રાખો કાળજી-
સાગની ખેતી ઠંડા પ્રદેશમાં ઓછી કરવામાં આવે છે. ઠંડા સ્થળોએ સાગના વૃક્ષના વિકાસમાં ખૂબ જ અસર પડે છે. જેથી સાગની ખેતી ડુંગરાળ પ્રદેશમાં કરવી યોગ્ય નથી ગણાતી. સાગના વૃક્ષ મેદાનોમાં ખૂબ જ ઝડપથી વધે છે. તેથી મેદાની વિસ્તારમાં સાગની ખેતી કરવાથી ઓછા ખર્ચે વધુ આવક મળે છે.
સાગની ખેતીમાં ડબલ નફાની ભેટ-
સાગની ખેતીમાં ખર્ચ કરતા આવક ખૂબ જ વધારે હોય છે. જો કે સાગની ખેતીની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. સાગના વૃક્ષના વાવેતર બાદ 8થી 10 વર્ષ બાદ લણણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડૂતો સહ-પાકની ટેકનોલોજીથી ખેતી કરી શકે છે. સાગના ઝાડ વચ્ચે શાકભાજી અને ફૂલોની ખેતી કરીને ખેડૂતો બમણો નફો મેળવી શકે છે.
સાગની ખેતીથી કરોડોનો નફો-
સાગના ઝાડની કિંમતની વાત કરીએ તો તે તૈયાર થયા પછી લંબાઈ અને જાડાઈ પ્રમાણે 25 હજારથી લઈને 40 હજાર રૂપિયા પ્રતિ ઝાડ વેચાય છે. નિષ્ણાતોના મતે જો ખેડૂતો એક એકર ખેતરમાં સાગની ખેતી કરે તો લગભગ 120 સાગના છોડ વાવી શકે છે. જ્યારે આ છોડ લણણી માટે તૈયાર થાય છે ત્યારે તેની કમાણી કરોડોમાં પહોંચી જાય છે. એક અંદાજ મુજબ એક એકરમાં સાગની ખેતીથી 80 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે