US Student Visa: અમેરિકામાં ભણવાનું વિચારતા હોવ તો ખુશ થઈ જાઓ! ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર 

વિદેશમાં ભણવાનું સપનું વિદ્યાર્થીઓ સેવતા હો છે અને જો મનગમતા દેશમાં તમને ભણવાની તક મળી જાય તો વાત જ શું કરવી. જે વિદ્યાર્થીઓ અમેરિકા જવાનું સપનું સેવી  બેઠા છે તેમના માટે સારા સમાચાર છે.

US Student Visa: અમેરિકામાં ભણવાનું વિચારતા હોવ તો ખુશ થઈ જાઓ! ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર 

વિદેશમાં ભણવાનું સપનું વિદ્યાર્થીઓ સેવતા હો છે અને જો મનગમતા દેશમાં તમને ભણવાની તક મળી જાય તો વાત જ શું કરવી. જે વિદ્યાર્થીઓ અમેરિકા જવાનું સપનું સેવી  બેઠા છે તેમના માટે સારા સમાચાર છે. ગત વર્ષે રેકોર્ડ 1,40,000 સ્ટુડન્ટ્સ વિઝા ઈશ્યુ કર્યા બાદ હવે આ વર્ષે પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ વિઝા ઈશ્યુ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ વર્ષે અંદાજિત કુલ સંખ્યા 'ગત વર્ષ જેટલી કે તેનાથી વધુ' હશે. 

ભારતમાં અમેરિકી મિશને ગુરુવારે દેશભરમાં પોતાનો આઠમો વાર્ષિક સ્ટુડન્ટ વિઝા દિવસ ઉજવ્યો. જે હેઠળ નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, અને મુંબઈના વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ સ્ટુડન્ટ્સ વિઝા એપ્લિકન્ટ્સના ઈન્ટરવ્યુ પણ લીધા. દિલ્હીમાં અમેરિકી દૂતાવાસમાં સવારથી સ્ટુડન્ટ્સની લાંબી લાઈનો જોવા મળી. અમેરિકી યુનિવર્સિટીઝમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે અને ગત વર્ષે ભારતમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસે 1,40,000 થી વધુ સ્ટુડન્ટ્સ વિઝા ઈશ્યુ કર્યાં જે કોઈ પણ અન્ય દેશની સરખામણીએ વધુ હતા. અમેરિકી દૂતાવાસમાં કાર્યવાહક મહાવાણિજ્યદૂત સૈયદ મુજતબા અંદ્રાબીએ કહ્યું કે અનુમાન છે કે દિવસભરમાં લગભગ 4000 વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યું થશે. 

તેમણે કહ્યું કે તે (સ્ટુડન્ટ્સ વિઝા) અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. બંને દેશો વચ્ચે એજ્યુકેશન આદાન પ્રદાન આ પ્રશાસન અને અમારા મિશનની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. ગત વર્ષે અમે રેકોર્ડ સંખ્યામાં સ્ટુડન્ટ્સ વિઝા ઈશ્યું કર્યા, જેની સંખ્યા 1,40,000 હતી. જે રેકોર્ડ છે અને અમે આ ક્ષેત્ર પર ફોકસ રાખીશું. તેમણે 2024માં સ્ટુડન્ટ્સ વિઝામાં સંભવિત વધારા અંગે પૂછવામાં આવતા કહ્યું કે તે ગત વર્ષ જેટલો કે પછી તેનાથી વધુ હશે. 

અમેરિકી દૂત એરિક ગાર્સેટીએ એપ્રિલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમેરિકા સ્ટુડન્ટ વિઝાને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. કારણ કે તે જાણે છે કે લોકોના પરસ્પર સંબંધ જીવનભર બની રહે છે. અમેરિકી દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં અભ્યાસ કરવાનો વિકલ્પ પસંદ કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2023માં અમેરિકી મિશને 2018, 2019,  અને 2020માં ઈશ્યુ કુલ સ્ટુડન્ટ વિઝાથી વધુ વિઝા ઈશ્યુ કર્યા. 

એમા કહેવાયું છે કે આ 'અભૂતપૂર્વ વધારો' વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાનો અને તેમની જર્નીને સરળ બનાવવા માટે અમેરિકી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બીજી બાજુ મિશને 2021થી 2023 વચ્ચે અન્ય તમામ વિઝાની માંગણીમાં 400 ટકાના વધારાને પૂરો કર્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news