Indian Bank Recruitment 2024: ઈન્ડિયન બેન્કમાં ઓફિસરની 300 જગ્યા પર ભરતી, મહિને મળશે 85920 રૂપિયા પગાર

Recruitment 2024: ઈન્ડિયન બેન્કે લોકલ બેન્ક ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. સ્નાતક ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. જાણો ભરતીની દરેક વિગત...
 

Indian Bank Recruitment 2024: ઈન્ડિયન બેન્કમાં ઓફિસરની 300 જગ્યા પર ભરતી, મહિને મળશે 85920 રૂપિયા પગાર

Indian Bank Recruitment 2024: ઈન્ડિયન બેન્કે લોકલ બેન્ક ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયન બેન્કે લોકલ બેન્ક ઓફિસર 
(LBO)સ્કેલ-1માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ indianbank.in પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. ઈન્ડિયન બેન્ક ભરતી 2024 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2024 છે. એલબીઓ પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 85920 રૂપિયા પગાર મળશે.

Indian Bank 2024: ભરતીની વિગત
ઈન્ડિયન બેન્ક ભરતી 2024 અભિયાન દ્વારા કુલ 300 પદ ભરવામાં આવશે. તેમાં તમિલનાડુમાં 10, આંધ્ર પ્રદેશમાં 50, તેલંગણામાં 50, મહારાષ્ટ્રમાં 4, કર્ણાટકમાં 35 અને ગુજરાતમાં 15 જગ્યા છે. 

Indian Bank 2024: જરૂરી યોગ્યતા અને ઉંમર મર્યાદા
માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી હોય. ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2024 સુધી 20થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ, SC, ST કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અને વિકલાંગોને દસ વર્ષની છૂટછાટ મળશે.

Indian Bank 2024: અરજી ફી
ઈન્ડિયન બેન્કના લોકલ બેન્ક ઓફિસર પદ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે 1000 રૂપિયા ફરજી ફી આપવી પડશે. તો એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 150 રૂપિયા, અરજી ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરવી પડશે. 

Indian Bank 2024: પસંદગી પ્રક્રિયા
એલબીઓ ભરતી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે- લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા. ઈન્ડિયન બેન્ક ભરતીની લેખિત પરીક્ષા 200 માર્ક્સની હશે જ્યારે ઈન્ટરવ્યૂ 100 માર્ક્સનું હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news