ભારતની આ કંપનીમાં કર્મચારીઓ નહી કરી શકે ઓવરટાઈમ, શિફ્ટ પૂરી થતા જ કોમ્પ્યુટર બતાવશે - `આજનું કામ પુરુ, હવે ઘરે જાવ'!
Indian Company Shuts Desktop After Office Hours: આપણા દેશમાં એક એવી ઑફિસ છે, જ્યાં કર્મચારીઓ ઇચ્છે તો પણ ઓવરટાઇમ નહી કરી શકે. શિફ્ટ પૂરી થતા જ કોમ્પ્યુટર બતાવશે - `આજનું કામ પુરુ, હવે ઘરે જાવ'!
Trending Photos
Company Desktop Shuts as Shit is Over: અત્યાર સુધીમાં તમે લોકોની ફરિયાદ સાંભળી હશે કે તેઓએ તેમની નોકરીમાં શિફ્ટ કરતાં વધુ કામ કરવું પડે છે. કેટલીકવાર તમને તેનાથી કોઈ ફાયદો પણ થતો નથી અને કોઈ તેમને તેનાથી રોકતું પણ નથી. જો કે, આપણા દેશમાં એક કંપની છે, જ્યાં કર્મચારીઓને ઓવરટાઇમ કામ કરવા પર પ્રતિબંધ છે. જ્યારે તેઓ આ કરવાનું શરૂ કરે છે, ત્યારે સિસ્ટમ પોતે જ તેમને આમ કરતા અટકાવે છે.
આપણા દેશમાં એક એવી ઓફિસ છે, જ્યાં કર્મચારીઓ ઈચ્છા છતાં ઓવરટાઇમ કરી શકતા નથી. શિફ્ટ પૂરી થતા જ ડેસ્કટોપ કહે છે - હવે ઘરે જાઓ! આ કંપની મધ્યપ્રદેશના ઈન્દોરમાં છે અને લિંક્ડઈન પર તેની સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં જોઈ શકાય છે કે કંપનીમાં એક કર્મચારીની શિફ્ટ પૂરી થતાં જ કોમ્પ્યુટર તેને ઘરે જવા માટે કહી રહ્યુ છે.
આ પણ વાંચો:
ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું
લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી
શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ
કંપનીમાં ઓવરટાઇમ નહી કરી શકો
ઈન્દોરની આ કંપનીનું નામ છે સોફ્ટગ્રીડ કોમ્પ્યુટર્સ અને કર્મચારીઓ માટે એટલી સારી સીસ્ટમ છે કે કર્મચારીની ઘરે જવાની કાળજી સિસ્ટમ પોતે જ લઈ રહી છે. આ કંપનીમાં કામ કરતી HR તન્વી ખંડેલવાલે એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં લખ્યું છે - 'મારો એમ્પ્લોયર ઘર અને કામના સંતુલનને સપોર્ટ કરે છે. તેઓએ એક ખાસ રીમાઇન્ડર ઇન્સ્ટોલ કર્યું છે, જે શિફ્ટ સમાપ્ત થયા પછી ડેસ્કટોપને લોક કરે છે અને ચેતવણી પણ દર્શાવે છે.' એટલું જ નહીં, શિફ્ટ પછી ન તો કૉલ્સ આવશે કે ન તો મેઇલ. તેણે પોસ્ટ કરેલા ફોટામાં તેની સિસ્ટમ પર ચેતવણી આપવામાં આવી છે - 'ચેતવણી! તમારી શીફ્ટ પૂરી થઈ ગઈ છે. ઓફિસની સિસ્ટમ 10 મિનિટમાં બંધ થઈ જશે. કૃપા કરીને ઘરે જાઓ.'
લોકોએ કહ્યું- નોકરી હોય તો આવી!
આ પોસ્ટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે કામ કરવા માટે આવી જગ્યા હોવી જોઈએ. અન્ય યુઝરે કહ્યું- આવા પ્રયાસોથી કામ કરવાની પ્રેરણા મળે છે. જો કે, આપણા દેશમાં હવે ઘણી કંપનીઓ કર્મચારીઓના અંગત જીવનને સુધારવા માટે આવા પગલાં લઈ રહી છે. તાજેતરમાં જ બેંગ્લોરની એક કંપનીએ ઓફિસમાં કર્મચારીઓના સૂવાનો સમય પણ નક્કી કર્યો હતો.
આ પણ વાંચો:
બેંકમાં નોકરી કરવાની સોનેરી તક, મળશે એક લાખથી વધુ પગાર, જલ્દી કરો અરજી
ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો
આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે