495 પદ માટે સરકારી નોકરીની તક, 1.7 લાખ રૂપિયા મળશે પગાર, જલદી કરો અરજી

 ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા ઉમેદવારને 1.77 લાખ સુધી પગાર મળશે. તેમાં વૈજ્ઞાનિક બી ગ્રુપ એને 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. 

Updated By: May 12, 2020, 05:12 PM IST
495 પદ માટે સરકારી નોકરીની તક, 1.7 લાખ રૂપિયા મળશે પગાર, જલદી કરો અરજી

નવી દિલ્હીઃ NIELIT Recruitment 2020 : ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીકની રાષ્ટ્રીય સંસ્થા (NIELIT)માં 495 પદો પર ભરતી નિકળી છે. આ ભરતી માટે ફેબ્રુઆરીમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને લૉકડાઉનને કારણે ત્યારથી લઈને અત્યાર સુધી ઘણીવાર તારીખ લંબાવવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર 1 જૂન 2020 સુધી અરજી કરી શકે છે. 

કેટલી વાર વધી તારીખ
- આ ભરતી માટે સૌથી પહેલા અરજીની છેલ્લી તારીખ 26 માર્ચ સુધી કરવામાં આવી હતી.

- લૉકડાઉનને કારણે તેને વધારીને 10 એપ્રિલ કરી દેવામાં આવી. 

- ત્યારબાદ બીજીવાર લંબાવવામાં આવી અને અરજીની તારીખ 30 એપ્રિલ થઈ.

- હવે ત્રીજીવાર અરજી કરવાની તારીખમાં ફેરફાર થયો છે. ઉમેદવાર હવે 1 જૂન 2020 સુધી અરજી કરી શકે છે. 

ખાલી પદોની માહિતી

- વૈજ્ઞાનિક, બી માટે 288 જગ્યા

- ટેક્નિકલ આસિસ્ટન્ટ માટે 207 જગ્યા

સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં શરૂ થઈ ભરતી, લાખોમા પગાર

કેટલો મળશે પગાર
- આ ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા ઉમેદવારને 1.77 લાખ સુધી પગાર મળશે. તેમાં વૈજ્ઞાનિક બી ગ્રુપ એને 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. 

- વૈજ્ઞાનિક/ટેક્નિકલ આસિસ્ટન્ટ એ ગ્રુપ-બીના ઉમેદવારોને લેવલ 6 હેઠળ 1,12,400 રૂપિયા પ્રતિ મહિના સુધીનું વેતન મળશે. 

સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે આ ભરતી માટે 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર છૂટ આપવામાં આવી છે. સાથે બંન્ને પદો માટેની પાત્રતા પણ અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. 

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. વધુ માહિતી માટે તેની સત્તાવાર વેબસાઇટ મુલાકાત લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર