સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં શરૂ થઈ ભરતી, લાખોમા પગાર
Sarkari Naukri 2020: આ ભરતી પ્રક્રિયા હેઠળ સીનિયર ઓફિસર, ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, ટેક્નિકલ ઓફિસર, વહીવટી સહાયક ગ્રેડ-3, આસિસ્ટન્ટ ઓફિસર અને ટેક્નિકલ આસિસ્ટન્ટ ગ્રેડ-3ના પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ CIPET Recruitment 2020: સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજી (CIPET)એ ઘણા પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. યોગ્ય તથા ઇચ્છુક ઉમેદવાર 29 મે સુધી આ ભરતી માટે આદેવન કરી શકે છે. પસંદ થયેલા ઉમેદવારોને લાખો રૂપિયાનો પગાર મળશે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ સીનિયર ઓફિસર, ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, ટેક્નિકલ ઓફિસર, વહીવટી સહાયક ગ્રેડ-3, આસિસ્ટન્ટ ઓફિસર અને ટેક્નિકલ આસિસ્ટન્ટ ગ્રેડ-3ના પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ નોકરી માટે અરજી કરી રહેલા ઉમેદવારોની વયમર્યાદા 32 વર્ષથી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
1 મે, 2020ના જારી નોટિકિફેશન પ્રમાણે ઉમેદવાર 29 મે, 2020 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આમાં કુલ 57 જગ્યાઓ માટે ભરતી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટ cipet.gov.in પર આપવામાં આવેલી જાણકારી અને દિશા-નિર્દેશો પ્રમાણે ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂરી કરવી પડશે. ઓનલાઇન સિવાય કોઈ અન્ય માધ્યમથી અરજીનો સ્વીકાર થશે નહીં.
આ ભરતી માટે અરજી કરી રહેલા ઉમેદવાર શૈક્ષણિક યોગ્યતા સંબંધિત કોઈ જાણકારી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે