વિદેશોથી ભારતીયોની વાપસીનો બીજો ફેઝ 16 મેથી શરૂ, 7 દિવસમાં 31 દેશોમાંથી 149 ફ્લાઇટ આવશે 

વંદે ભારત મિશનના પ્રથમ ફેઝમાં એર ઈન્ડિયા ગ્રુપના વિમાનોને લગાવવામાં આવ્યા છે. 14 મે સુધી 12 દેશોથી 14 હજાર 800 ભારતીયોને લાવવાનો પ્લાન છે. 11 મે સુધી 31 વિમાનોથી 6 હજાર 37 લોકો પરત ફર્યા છે. 
 
વિદેશોથી ભારતીયોની વાપસીનો બીજો ફેઝ 16 મેથી શરૂ, 7 દિવસમાં 31 દેશોમાંથી 149 ફ્લાઇટ આવશે 

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી માટે વંદે ભારતનો બીજો ફેઝ 16 મેથી શરૂ થશે. આ ફેઝ સાજ દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ દરમિયાન 31 દેશોમાંથી 149 ફ્લાઇટ્સ આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. વંદે ભારત મિશનનો પ્રથમ ફેઝ 7 મેએ શરૂ થયો હતો. 

બીજા ફેઝમાં ક્યા-ક્યા દેશોથી ભારતીયો લાવવામાં આવશે?
અમેરિકા, યૂએઈ, કેનેડા, સાઉદી અરબ, બ્રિટન, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યૂક્રેન, કતર, ઇન્ડોનેશિયા, રૂસ, ફિલીપીન્સ, ફ્રાન્સ, સિંગાપુર, આયર્લેન્ડ, કિર્ગિસ્તાન, કુવૈત, જાપાન, જોર્જિયા, જર્મની, તઝાકિસ્તાન, બહરીન, અર્મેમિયા, થાઈલેન્ડ, ઇટાલી, નેપાળ, બેલારૂસ, નઇઝીરિયા, બાંગ્લાદેશ. 

— ANI (@ANI) May 12, 2020

પ્રથમ ફેઝનો આજે છઠ્ઠો દિવસ છે. આજે 9 દેશોમાંથી 12 વિમાનોમાં ભારતીયોની વાપસી થશે. આ ફ્લાઇટના લેન્ડ થવાનો સમય અને કઇ ફ્લાઇટમાં કેટલા લોકો આવશે, તેની માહિતી મળી નથી. આ પહેલા મિશનના પાંચમાં દિવસે 8 ઉડાનોથી 1 હજાર 667 લોકો પરત ફર્યા હતા. 

પ્રથમ 5 દિવસમાં 6 હજાર લોકો આવ્યા
વંદે ભારત મિશનના પ્રથમ ફેઝમાં એર ઈન્ડિયા ગ્રુપના વિમાનોને લગાવવામાં આવ્યા છે. 14 મે સુધી 12 દેશોથી 14 હજાર 800 ભારતીયોને લાવવાનો પ્લાન છે. 11 મે સુધી 31 વિમાનોથી 6 હજાર 37 લોકો પરત ફર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news