કોકરોચને નાબૂદ કરવાની અમેરિકન પદ્ધતિ, એકવાર અજમાવી જુઓ, બીજીવાર વંદા ફરકશે પણ નહીં
શું ઘરના રસોડા અને દીવાલો પર દોડતા વંદા જોઈને તમારૂ મગજ ખરાબ થઈ જાય છે. તેવામાં જો તમે કોકરોચને ભગાડવાની રીત શોધી રહ્યાં છો તો હવે ચિંતા ન કરો. કારણ કે અમે તમને કોકરોચ ભગાડવાની અમેરિકન પદ્ધતિ જણાવી રહ્યાં છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ઘર હોય કે પછી કોઈ હોટલ-રેસ્ટોરન્ટનું કિચન કોકરોચની ફોજ ગમે ત્યાં જોવા મળી જાય છે. ડબ્બાની નીચે, ગેંડીની પાસે કે રસોડામાં વંદાઓનો આતંક જોવા મળે છે. તેને જોઈને ડર લાગે છે કે ક્યાંક ભોજનમાં ન પડી જાય. કારણ કે કોકરોચ ગંદકી ફેલાવવાની સાથે બીમારીઓ પણ લાવે છે. તેથી મગજ ચાલે છે કે તેનો ખાત્મો જલ્દીથી જલ્દી કરવામાં આવે.
પરંતુ કહેવાય છે કે ઘરમાં સાફ-સફાઈ રાખવાથી કોકરોચની પરેશાની થતી નથી, પરંતુ ઘણીવાર ઘર સાફ થવા પર પણ વંદાઓ આવી જતા હોય છે. તેવામાં કોકરોચનો મૂળમાંથી સફાયો કરવા માટે અમે તમને અમેરિકી નુસ્ખા જણાવી રહ્યાં છીએ. તેની મદદથી ન માત્ર કોકરોચને ઘરથી ભગાડવામાં મદદ મળે છે, પરંતુ તમારે બીજીવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
બોરેક્સ પાઉડર
ઘરમાં ગમે ત્યાં ફરતા કોકરોચનો સફાયો કરવા માટે અમેરિકન બોરેક્સ પાઉડરનો ઉપયોગ કરે છે. આ રીત તમે પણ અજમાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા એક લીટર પાણીમાં 4 ચમચી બોરેક્સ પાઉડરને નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે આ મિક્સરમાં બે ચમચી મીઠું કે પછી લીંબુનો રસ નાખી ભેળવી લો અને 5 મિનિટ સેટ થવા માટે છોડી દો. 5 મિનિટ બાદ સ્પ્રે બોટલમાં ભરી જ્યાં પણ કોકરોચ નજર આવે ત્યાં છાંટી દો. સપ્તાહમાં 3-4 દિવસ આ ટિપ્સને ફોલો કરશો તો ઘરમાં કોકરોચ જોવા મળશે નહીં.
રોચ બોમ્બ અને ફોગર્સ
આ સિવાય અમેરિકન કોકરોચને ભગાડવા માટે રોચ બોમ અને ફોગર્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો ઉપયોગ ખુબ સાવધાની સાથે કરો કારણ કે ઘણા બમો અને ફોગર્સમાં પાઇરેથ્રિન કે પાઇરેથ્રોઇડની સાથે-સાથે એરોસોલ જેવા ઝેરી કેમિકલ હોય છે. જે શ્વાસની સાથે અંદર જવા પર ખતરનાક બની શકે છે. તેથી તેનો ઉપયોગ કરવા સમયે હાથમાં ગ્લવ્સ અને મોઢા પર માસ્ક જરૂર પહેરો. આ કેમિકલનો ઉપયોગ ત્યાં કરો જ્યાં કોકરોચે કબજો જમાવ્યો હોય.
સિલિકા જેલ
બેગ્સ અને ફુટવેરની સાથે સિલિકા જેલનું નાનું પેકેટ મળે છે. જે કોકરોચ ભગાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ટ્રિકને અજમાવવા માટે સિલિકા જેલનું પેકેટ ફાડી તેને પીસી લો. હવે જ્યાં કોકરોચ આવે છે ત્યાં છાંટી દો. ધ્યાનમાં રાખો કે પાલતુ જાનવર અને બાળકો સિલિકા જેલની પહોંચથી દૂર રહે બાકી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
ડ્રાયર શીટ
ડ્રાયર શીટ ઘરમાં ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે, કબાટમાં રાખેલા કપડાને સ્મેલ ફ્રી રાખવાથી લઈને કપડા ધોવા સમયે શીટ્સને વોશિંગ મશીનમાં પણ નાખવામાં આવે છે, જેથી કપડામાં સેન્ટની મીઠી સુગંધ આવતી રહે. પરંતુ આ સુગંધ કોકરોચ સહન કરી શકતા નથી. તેવામાં તમે તેને તે જગ્યાએ લગાવો જ્યાં વંદાઓ વધુ આવે છે. તેની મદદથી તમને ખુશબૂ પણ આવશે અને કોકરોચ પણ ભાગી જશે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે