અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને મસમોટો ઝટકો, જાણો મોટી કંપનીઓએ કેમ ભર્યું આ આઘાતજનક પગલું?
Green Card Application Suspension Reason: જો તમે પણ વિદેશમાં સેટલ થવાના સપના જોતા હોવ તો તમારું આ સપનું ચકનાચૂર થઈ શકે છે. દિગ્ગજ ટેક કંપનીઓ દ્વારા આ નિર્ણય કેમ લેવાયો તે ખાસ જાણો.
Trending Photos
Green Card Application Suspension Reason: જો તમે પણ વિદેશમાં સેટલ થવાના સપના જોતા હોવ તો તમારું આ સપનું ચકનાચૂર થઈ શકે છે. મોટી મોટી કંપનીઓએ અમેરિકન ગ્રીન કાર્ડ એપ્લિકેશન રોકી દીધી છે. અમેરિકન સરકાર દ્વારા એવા પ્રવાસીઓને ગ્રીન કાર્ડ ઈશ્યું કરાય છે જે અમેરિકામાં રહીને નોકરી કરે છે. આ નિર્ણય કેમ લેવાયો તે ખાસ જાણો.
અત્રે જણાવવાનું કે Amazon અને ગૂગલ જેવી બે મોટી દિગ્ગજ ટેક કંપનીઓએ પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ એટલે કે PERM એપ્લિકેશનને આગામી વર્ષ સુધી રોકી છે. PERM ની દેખરેખ અમેરિકી શ્રમ વિભાગ કરે છે અને તે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન લેવામાં મહત્વનું પગલું છે. આ મોટાભાગે ગ્રીન કાર્ડ મેળવતા પહેલા હોય છે.
કંપનીની પોલીસી અને છટણી
અમેઝોને આંતરિક રીતે પરિચાલન પડકારોનો હવાલો આપતા આ વર્ષની શરૂઆતમાં 2024 માટે તમામ PERM ફાઈલિંગને રોકવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. એ જ રીતે ગૂગલે પણ જાન્યુઆરી 2023માં 12,000 કર્મચારીઓને પ્રભાવિત કરનારી છટણી વચ્ચે પોતાની PERM અરજીઓને સસ્પેન્ડ કરી. જો કે વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં આ પ્રોસેસને ફરીથી શરૂ કરવાની યોજના પણ ઘડી છે.
વિદેશમાં કામ કરતા લોકો પર અસર
PERM અરજીઓને અટકાવી દેવાતા વિદેશી વર્કર્સ પર તેની ઘણી અસર પડે છે. ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરના લોકો માટે મુશ્કેલીઓ વધી જાય છે જે નોકરી કરવા માટે અમેરિકામાં રેસીડેન્સી ઈચ્છે છે. પ્રોસેસ પર રોક લગાવવાથી વિદેશી ઉમેદવારોને દેશમાં નોકરી મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ભવિષ્યમાં અસર
હાલની ઈમીગ્રેશન સિસ્ટમના બેકલોગ અને બાધાઓ દૂર કરવા માટે સુધારા વગર, ગ્રીન કાર્ડ માટે વેઈટિંગ પીરિયડ ચાલુ રહે તેવી આશા છે. તેનાથી અમેરિકી રોજગારની તકોની વધુ માંગણીવાળા દેશોના સ્કિલ્ડ વર્કર્સ પર વધુ અસર પડશે.
ભારતીયો સામે પડકારો
ચીન અને ફીલિપાઈન્સની સાથે સાથે ભારતના હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સે પેર-કંટ્રી પરમિટ્સ અને એન્યુઅલ કોટાના કરાણે ગ્રીન કાર્ડ અપ્રુઅલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આશ્રિતો સહિત 12 લાખથી વધુ ભારતીયો બેકલોગમાં ફસાયેલા છે. જે હાલની ઈમીગ્રેશન સિસ્ટમ પરના દબાણને હાઈલાઈટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે