Black Beard Tips: દાઢીના સફેદ વાળને 7 દિવસમાં કરો કાળા ભમ્મર, વાળંદ પણ પણ પૂછશે સીક્રેટ

Home Remedies to Turn White Beard to Black: દાઢીના વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા છે. પરંતુ સમય પહેલાં આવું થવું તમારા માટે અસહજ બની શકે છે. એવામાં ઘરેલુ નુસખાથી સફેદ વાળને કાળા કરી શકાય છે. આ માટે તમારે આ નુસખાઓનો ઉપયોગ કરવાની જરૂર છે. 

Black Beard Tips: દાઢીના સફેદ વાળને 7 દિવસમાં કરો કાળા ભમ્મર, વાળંદ પણ પણ પૂછશે સીક્રેટ

how to make beard hair black: જેમ જેમ ઉંમર વધતી જાય તેમ સફેદ વાળ હોવા એકદમ કોમન છે. સ્કેલ્પ હેર સાથે જ દાઢીના વાળ સફેદ થવા પણ ખૂબ સામાન્ય છે. જોકે સમય પહેલાં જો આમ થઇ જાય તો લુક ખરાબ કરે છે, સાથે જ આત્મવિશ્વાસને પણ ઘણી હદે ઘટાડે છે. કોઇપણ સમસ્યાનું કારણ તમારી લાઇફસ્ટાઇલ, પોષકતત્વોની ઉણપ હોઇ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો... જેનાથી તમારા વાળ કાળા રહેશે એમાં સફેદી આવતી બંધ થઈ જશે. 

આ ઘરેલુ રીતથી કાળા કરો વાળ

1) દાઢીના વાળને કાળા કરવા માટે નારિયેળ તેલ અને મીઠા લીમડાનો ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણને લગાવવા માટે તેને ધીમી આંચ પર ઉકાળો. પછી આ તેલને ઠંડુ થવા દો. પછી તેને તમારી દાઢી પર લગાવો. તેને 5 મિનિટ માટે રહેવા દો. શ્રેષ્ઠ પરિણામો માટે નિયમિતપણે તેની સાથે માલિશ કરો.

2) દાઢીના વાળ સાફ કરવાની બીજી સારી રીત છે લીંબુનો રસ, મહેંદી, વિનેગર અને નાળિયેર તેલનું મિશ્રણ. તેને તમારા વાળમાં લગાવવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો. તેને લગાવવા માટે એક કપ મેંદીમાં એક ચમચી શિકાકાઈ, લીંબુનો રસ, વિનેગર, અડધી ચમચી નારિયેળ તેલ અને દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવો અને સુકાઈ જાય પછી તેને ધોઈ લો.    

3) નારિયેળનું તેલ અને આંબળાનો ઉપયોગ હેરકેરમાં લાંબા સમયથી કરવામાં આવે છે. દાઢીના સફેદ વાળમાંથી છુટકારો મેળવવા માટે પણ મદદગાર છે. તેના માટે બંને તેલનું એક ચમચી 2-3 મિનિટ માટે ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. ઠંડું થયા બાદ તેને તમારી દાઢી પર લગાવો. તેને 15 મિનિટ માટે છોડી દો અને ધોઇ લો. 

4) દાઢીના કાળા વાળ પરત લાવવા માંગો છો તો કાળા તલનો ઉપયોગ ભોજનમાં કરો. પરંતુ વાળને પ્રાકૃતિક રૂપથી કાળા કરવા માટે આ ફાયદાકારક સાબિત થાય છે. તેને લગાવવા માટે તલના કાળા બીજને રાત્રે પાણીમાં પલાળી દો. પછી બીજા દિવસે પેસ્ટ બનાવીને તૈયાર કરી લો. આ પેસ્ટને દાઢી પર લગાવો જ્યારે સુકાઇ જાય ત્યારે દાઢીને સાફ કરી લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news