Skin Care: ખીલ અને ડાર્ક સ્પોર્ટનો ખાતમો બોલાવી દેશે ગાજરનો ફેસ પેક, કેટરિના જેવો ચમકી ઉઠશે ચહેરો

Skin Care Tips: ગાજરમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. ગાજરમાં બીટા કેરોટિન પણ હોય છે જે તમારી ત્વચાને થતા નુકસાનથી બચાવે છે. જો તમારા ચહેરા પર ખીલ કે ડાર્ક સ્પોટની સમસ્યા હોય તો ગાજર તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે. 

Skin Care: ખીલ અને ડાર્ક સ્પોર્ટનો ખાતમો બોલાવી દેશે ગાજરનો ફેસ પેક, કેટરિના જેવો ચમકી ઉઠશે ચહેરો

Skin Care Tips: દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેની ત્વચા સુંદર અને સ્પોટલેસ હોય. તેના માટે તેઓ બજારમાંથી મોંઘી પ્રોડક્ટ પણ ખરીદીને વાપરે છે. આ સિવાય કેટલાક લોકો તો મોંઘી ટ્રીટમેન્ટ પાછળ પણ પૈસા ખર્ચ કરે છે. પરંતુ આ મોંઘા પ્રોડક્ટની આડઅસર પણ થઈ શકતી હોય છે. સુંદર અને ડાઘરહિત ત્વચા માટે તમે ગાજરનો ઉપયોગ કરી શકો છો. ગાજરના ફેસ પેકથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. 

ગાજરમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. ગાજરમાં બીટા કેરોટિન પણ હોય છે જે તમારી ત્વચાને થતા નુકસાનથી બચાવે છે. જો તમારા ચહેરા પર ખીલ કે ડાર્ક સ્પોટની સમસ્યા હોય તો ગાજર તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે. 

ગાજરનો ફેસ પેક બનાવવા માટે એક ગાજર અને મધની જરૂર પડશે. આ ફેસ પેક બનાવવા માટે એક ગાજરના ટુકડા કરી મિક્સરમાં તેની પેસ્ટ બનાવો. ત્યારપછી તેમાં 2 થી 3 ચમચી મધ ઉમેરો. ત્યારબાદ બંનેને મિક્સરમાં સારી રીતે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો.

ગાજર ફેસ પેક લગાવતા પહેલા ચહેરો પાણીથી સાફ કરો અને ત્યારબાદ બ્રશની મદદથી તૈયાર કરેલા પેકને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. તેને લગભગ 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખો અને સુકાવા દો. ત્યારપછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.

આજના દિવસે જન્મેલા લોકોને મળશે જીવનભર આ વાતનું સુખ, જાણો તમારું અંક જ્યોતિષ
Venus Transit: 2024 માં ચમકશે આ લોકોના ભાગ્યનો સિતારો, ધન-દૌલતની થશે વર્ષા

 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news