ઘોર કળિયુગ! પત્નીએ સગીર પુત્ર અને જમાઈ સાથે મળી પતિની કરી હત્યા, આ રીતે ભેદ ઉકેલાયો

સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ખાડી પુલ પાસે એક અજાણીયા વ્યક્તિની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતાં મરણજાનાર વ્યક્તિના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા.

ઘોર કળિયુગ! પત્નીએ સગીર પુત્ર અને જમાઈ સાથે મળી પતિની કરી હત્યા, આ રીતે ભેદ ઉકેલાયો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં પત્નીએ પુત્ર, જમાઈ સાથે મળી પતિની હત્યા કરી છે. પાંડેસરાના કૈલાસ નગરમાં રહેતા રાજારામ યાદવ વતની જમીન વેચી દારૂ પીને પરિવાર સાથે ઝગડો કરતો રહેતો હતો. વતન રહેલ અન્ય જમીન ફરી વેચાણ ફિરાકમાં હતો. પત્ની, સગીર વયનો પુત્ર સહિત જમાઈએ મળી રાજરામની હત્યા કરી નાંખી હતી. 

સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ખાડી પુલ પાસે એક અજાણીયા વ્યક્તિની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતાં મરણજાનાર વ્યક્તિના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. પોલીસ ફોરેન્સિક પીએમ કરવા મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યા ગળે ટૂંકો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે શરીરના ભાગે ચકામાના નિશાનો મળી આવ્યા હતા.આ વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ગુનાની ગંભીરતા લઈ હત્યારાને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. પરંતુ અજાણ્યા વ્યક્તિની લાશની ઓળખ કરવા પોલીસે ઘટનાની આજુબાજુમાં રહેતા લોકો સહિત રાહદારીઓ સાથે પૂછપરછ લાગણી ઓળખ થઈ ન હતી. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી આજુબાજુમાં રહેલા સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. મરણજનાર ના ફોટો બતાવી તેની ઓળખ કરવા વર્ક આઉટ કરતા હતા. તે દરમિયાન જાણવા મળેલ કે મળી આવેલી લાસ રાજારામ ધોલાઈ યાદવની છે. લાશની ઓળખ થયા બાદ પાંડેસરા પોલીસ કૈલાશ નગર ચોકડી ખાતે આવેલ જય જવાન જય કિસાન સોસાયટીમાં રાજારામના પરિવાર સુધી પહોંચી હતી.

પાંડેસર પોલીસે પરિવારને પૂછપરછ કરતા મરણજનરલ રાજારામની પત્ની પુત્ર અને જમાઈએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મરણજનાર રાજારામ નશાની લત ધરાવતો હતો. તેને પોતાના વતન બિહારમાં રહેલ જમીન વેચી નશામાં પૈસા બરબાદ કરતો હતો. નશાની હાલતમાં અવાર નવાર પરિવારને માર મારતો હતો. રાજારામ વતનમાં રહેલ અન્ય જમીન પણ વેચવાની ફિરામાં હતો. ડિસેમ્બરના રોજ રાજારામ સાંજે પોતાના ઘરે પત્ની અને પુત્ર સાથે ઝઘડતો હતો. દરમિયાન તેમનો જમાઈ ત્યાં આવી પહોંચ્યો હતો જમાઈએ રાજારામને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજારામએ હાથમાં ચપ્પુ લઈ જમાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો.

આખરે પરિવારે આવેશમાં આવી રાજારામને નીચે પડી દીધો હતો. સગીર વયના પુત્રએ રજારામના પગ પકડી રાખ્યા હતા. પત્નીએ હાથ પકડ્યા હતા.જમાઈએ મોબાઈલ ચાર્જિંગ કેબલથી રાજારામને ગળે ટૂંકો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની કોઈને જાણ નહીં થાય લાસના નિકાલ કરવા મરણજનાની લાશને પુત્ર અને જમાઈ રાત્રી દરમિયાન લાસને મોટરસાયકલ પર લઈને કૈલાશ નગર ત્રણ રસ્તાથી ગાંધીકુટી તરફ જતા રોડ પર ખાડી પુલ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. મરણજનાર રાજારામ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની છે. પાંડેસરા વિનાયક નગર સોસાયટીમાં પત્ની, પુત્ર સાથે રહેતો હતો. જ્યારે ગામની જમીન વેચી નશો કરી પરિવારને માર મારતો હતો. આખરે પરિવાર રાજા રામથી તંગ આવી પત્ની પુત્ર અને જમાઈએ તેની હત્યા કરી નાખી હતી. 

હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે પત્ની ઉર્મિલા રાજારામ યાદવ, જમાઈ રાજુ રામધારી યાદવ, સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પુત્ર પર હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news