Tea Bag ફરીથી યૂઝ કરવાના આ છે જિનીયસ આઈડિયા, આ વાંચ્યા પછી તેને ક્યારેય નહિ ફેંકો તેની ગેરેન્ટી
Tea Bag ReUse : સામાન્ય રીતે ટી બેગનો ઉપયોગ કર્યા બાદ લોકોને તેને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઉપયોગ થયેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ તમારી સુંદરતા વધારવામાં થાય છે. તે કેવી રીતે એ અમે તમને જણાવીશું...
Trending Photos
અમદાવાદ :આપણા દિવસની શરૂઆત ચા અને કોફીથી થાય છે. જો સવારમાં મસાલાવાળી ચા મળી જાય તો દિવસ બહુ સારો પસાર થાય છે. પણ હવે હેલ્થ કોન્શિયસ લોકો સવાર સવારમાં ગ્રીન ટી પીવા લાગ્યા છે. તો રાત્રે જમ્યા પછી ગ્રીન ટી પીવાથી વજન ઘટવામાં મદદરૂપ થાય છે. ઘર હોય કે ઓફિસ ટી બેગનો ઉપયોગ થવા લાગ્યો છે. પણ શુ તમે જાણો છો કે, યુઝ્ડ ટી બેગ ફેંકી દેવા કરતા તેનો ઉપયોગ વધુ કારગત નીવડશે.
યૂઝ્ડ ટી બેગના ફાયદા
આપણે દરરોજ ટી બેગ્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રીન ટી હોય કે બ્લેક ટી, એકવાર ચા બનાવ્યા બાદ ટી બેગ્સ કોઈ કામની રહેતી નથી. સામાન્ય રીતે આપણે ગ્રીન ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દઈએ છીએ. ત્યારે શું તમે જાણો છો કે, વપરાયેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરી શકો છો.
ડિફરન્ટ ફ્લેવર માટે પાસ્તા-ઓટ્સમાં મિક્સ કરો
બાઉલ ચીઝ પાસ્તાને જોઈને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય છે. પાસ્તા અથવા ઓટ્સ બનાવતા પહેલાં તેને જાસ્મીન અથવા ગ્રીન ટી બેગની સાથે રાખો. ટી બેગથી પાસ્તા ટેસ્ટી બનશે.
ફ્રીજની દુર્ગંધને દૂર કરશે
ફ્રીજમાંથી આવતી દુર્ગંધથી જો તમે પરેશાન છો તો તેના માટે ઉપયોગ કરેલી ટી બેગ કામ લાગશે. વાપરેલી ટી બેગને ફ્રીજમાં રાખો. તે સિવાય ડ્રાઈ ટી બેગને એશ ટ્રે અથવા ડસ્ટબિનમાં રાખશો તો પણ દુર્ગંધ નહીં આવે.
નેચરલ માઉથવોથ
ગ્રીન ટી અથવા પેપરમિન્ટ ટી બેગ્સને સામાન્ય ગરમ પાણીમાં પલાળો. હવે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો. તમારું ઘર માટે આલ્કોહોલ ફ્રી નેચરલ માઉથવોશ બની જશે.
કાચની સફાઈ
ટી બેગ્સથી તમે ઘરની બારીઓના કાચ, અરિસો અને અન્ય ફર્નિચર પણ સાફ કરી શકો છો. યૂઝ્ડ બેગ્સને બારીઓ અને ડ્રેસિંગ ટેબલના કાચ પર રગડો. જેનાથી બારીઓ અને અરિસો એકદમ નવા જેવા થઈ જશે.
હોમ-મેડ એરફ્રેશનર
એક ડ્રાય ટી બેગ લો અને મનપસંદ ઓયલના અમુક ટીપા તેમાં નાખો. તમારા માટે હોમ-મેડ એરફ્રેશનર તૈયાર છે. તેના તમારી કાર, રસોડુ અથવા બાથરૂમમાં રાખો.
ઉંદરને ભગાડશે
ઘરમાં ઉંદર હોવાની સમસ્યા સામાન્ય છે. ઘરમાં જો ઉંદર હોય તો કંઈ પણ નુકસાન થવાનો ડર હંમેશા રહે છે. પણ એક ટી બેગથી તમે ઉંદરની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. ડ્રાય, અનયૂઝ્ડ ટી બેગને અલમારી, કબાટ સહિતની જગ્યાઓ પર રાખી દો. જેનાથી ત્યાં ઉંદર નહીં આવે. ટી બેગ્સમાં પેપરમિન્ટ ઓઈલના કેટલાક ટીપાં નાંખી દો, જેનાથી મકોડા અને કીડી પણ નહીં આવે છે.
લાકડાના ફર્નિચર અને ફર્શની સફાઈ
ટી બેગ્સને પાણીની અંદર ઉકાળો અને થોડીવાર પછી તેને ઠંડુ કરો. પછી તેમાં એક કોટનના કપડાને પલાળો અને લાકડાના ફર્નિચર અથવા ફર્શને સાફ કરો. પછી સાદા કપડાથી તેને સાફ કરી લો.
વાસણને સાફ કરવામાં મદદરૂપ
ચીકણા વાસણને સાફ કરવામાં ટી બેગ્સનો ઉપયોગ કરી શકો છો. સિંકમાં હળવું ગરમ પાણી અને યૂઝ કરેલી ટી બેગ્સના અમુક ટીપાં નાખો. તેનાથી વાસણની ચીકાસ ઓછી થઈ જશે અને વાસણ ધોવામાં આસાની રહેશે.
છોડમાં નાંખો
ટી બેગ્સને ફેંકવાની જગ્યાએ તેને છોડમાં ખાતરમાં તરીકે નાખો.
- સુંદરતા વધારવા માટે ટી બેગ્સનો આ રીતે ઉપયોગ કરોઃ
ખીલ મટાડશે
જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા છે તો ગ્રીન ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તેને ફ્રીજમાં રાખીને ઠંડી કરો. પી તેને ખીલ પર રાખો. આવું કરવાથી ખીલ દૂર થશે.
ડિટોક્સ ફેસ માસ્ક
યૂઝ કરેલી ટી બેગ્ઝનો ઉપયોગ કરીને તમે એક્સફોલિએટિગ ફેસ માસ્ક પણ બનાવી શકો છો. તેના માટે એક વાડકીમાં ઉપયોગ કરેલી ટી બેગ્સને નાકી 15 મિનિટ ઉકાળો. પછી આ પાણીને આખી રાત રાખો અને તેમાં બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10થી 15 મિનિટ રાખો. આનાથી તમારી સ્કિન ડિટોક્સ થશે અને કરચલીની સમસ્યા દૂર થશે.
વાળમાં ચમક લાવવા
ગ્રીન ટી માત્ર સ્કીન માટે જ નહીં પણ વાળ માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે યૂઝ કરાયેલી ગ્રીન ટી બેગ્સને પાણીમાં નાખીને 15 મિનિટ ઉકાળવાની રહેશે. પછી આ પાણીને રાતભર રહેવા દો અને સવારે આ પાણીથી વાળ ધોઈ લો. 10 મિનિટ બાદ સાદા પાણીથી વાળને ધોવો. આનાથી તમાપા વાળ સોફટ અને સિલ્કી થઈ જશે.
ડાર્ક સર્કલ્સ
યૂઝ કરેલી ટી બેગ્સનો ઉપયોગ તમે આંખોની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે યૂઝ કરેલી ટી બેગ્સને ફ્રિઝરમાં 2-3 મિનિટ રાખો. પછી તેને 10 મિનિટ સુધી આંખોની ઉપર રાખો. તેનાથી ડાર્ક સર્કલ્સમાંથી છૂટકારો મળશે. અને આંખોના સોજા ઓછા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે