Health Tips: કોરોના કાળમાં ઘરગથ્થુ ઉપાયથી વધારો ઓક્સિજન લેવલ, ડાયટમાં કરો આટલો ફેરફાર

અમુક પોષણથી ભરપૂર ફૂડને પોતાના ડાયટમાં શામિલ કરવું જરૂરી બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક એવા ડ્રિંક્સ વિશે જેને તમે ચોક્કસ પોતાના રોજીંદા ડાયટમાં સમાવેશ કરો. આ ડ્રિંક્સથી નેચરલ રીતે તમારું ઓક્સિજન લેવલ વધી જશે.

Updated By: May 13, 2021, 05:27 PM IST
Health Tips: કોરોના કાળમાં ઘરગથ્થુ ઉપાયથી વધારો ઓક્સિજન લેવલ, ડાયટમાં કરો આટલો ફેરફાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે પણ કોરોનાકાળમાં નેચરલ ઉપાયથી ઓક્સિજન લેવલ વધારવા માગો છો તો ડાયટમાં અમુક વસ્તુઓને ઉમેરી પડશે. જો તમારા ડાયટમાં તમે આટલા ડ્રિક્સને શામિલ કરશો તો ચોક્કથી વધશે ઓક્સિજન લેવલ. કોરોનાનો કહેર ચારેતરફ ફેલાયેલો છે ત્યારે આવા સમયે બને તેટલી વધારેમાં વધારે તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાથી બચવા માટે એક તરફ શરૂરમાં ઈમ્યુનિટી વધારવી જરૂરી છે અને બીજી તરફ ઓક્સિજન લેવલ મેન્ટેન કરવું પણ જરૂરી છે. ઓક્સિજનની કમી હોવાથી અનેક લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલ લોકો કોરોનાથી બચવા અને પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

એક તરફ શરીરમાં ઈમ્યુનિટી વધારના માટે સારું ડાયટ લેવું જરૂરી છે. અમુક પોષણથી ભરપૂર ફૂડને પોતાના ડાયટમાં શામિલ કરવું જરૂરી બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક એવા ડ્રિંક્સ વિશે જેને તમે ચોક્કસ પોતાના રોજીંદા ડાયટમાં સમાવેશ કરો. આ ડ્રિંક્સથી નેચરલ રીતે તમારું ઓક્સિજન લેવલ વધી જશે.

આદુવાળી ચાઃ
કોરોના કાળમાં આદુવાળી ચાથી કફ, કોલ્ડ અને ગળાના દુખાવામાંથી રાહત મળે છે. ત્યારે આદુના ઘણા બધાં ઔષધિય ફાયદા પણ છે. આદુમાં વિટામિન A, C, E અને B ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે જ આદુ ઈમ્યુનિટી બૂસ્ટ કરવા અને બિમારીથી બચવા રામબાણ ઔષધિના રૂપે કામ કરે છે. આ સાથે જ તેમા મગ્નેશિયમ, ફોસ્ફોરસ, આયરન, જિંક, કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે જ આદુવાળી ચા એક નેચરલ ઓક્સિજન બુસ્ટર તરીકે કામ કરે છે. આદુવાળી ચા પીવાથી ફેફસામાં ઓક્સિજનનો પ્રવાહ થાય છે અને ખુલીને શ્વાસ લેવામાં મદદરૂપ બને છે.

મેથીની ચાઃ
મેથી આપણા શરૂર માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના દાણા વજન ઓછું કરવામાં મદદ કરે છે. ત્યાં બીજી તરફ મેથીને પલાળીને ખાલી પેટ તેનું સેવન કરવાથી ડાયાબિટીઝ જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. મેથીની ચા એક પ્રાકૃતિક ઓક્સિજન બુસ્ટરની જેમ કામ કરે છે. મેથીના પાણીમાં લીંબુ નાખીને પીવાથી પણ ફાયદા થાય છે.

Rahul Mahajan ની ત્રીજી પત્ની Natalya Ilina નું રંગ-રૂપ જોઈને ઉડી જશે તમારા હોશ, Photos જોશો તો જોતા જ રહેશો

ગ્રીન ટીઃ
શરીરમાં ઓક્સિજન લેવલને મેન્ટેન કરવા માટે અને શરીરની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે ગ્રીન ટી સૌથી શ્રેષ્ઠ ડ્રિંક છે. દિવસમાં ઓછામાં ઓછા બે વાર ગ્રીન ટીનું સેવન તો કરવું જ જોઈએ.

PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

કાળુ જીરૂ અને હળદરનું પીણું:
બંને સામગ્રીઓ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. કાળુ જીરૂ અને હળદર મિક્સ કરીને બનાવેલું ડ્રિંક શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા માટે ખૂબ જ ઉપયોગી નિવડે છે. બંને સામગ્રીને પાણીમાં નાખીને બરાબર ઉકાળીને પછી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ તમામ ડ્રિંક્સ પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ મેન્ટેન કરવા માટે ખૂબ ઉપયોગી છે. માટે આ તમામ ડ્રિંક્સને ડાયટમાં લેવા જ જોઈએ.

(નોંધ- અહીં આપેલી માહિતી જનરલ જાણકારીને આધારે લખવામાં આવી છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાંત તબીબની સલાહ લેવી. ઝી 24 કલાક આવા કોઈપણ દાવાની પૃષ્ઠી કરતું નથી.)

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube