પ્રોડક્ટ રિટર્ન કરવા છતાં શોપિંગ એપ અથવા બેંક પાછા આપી રહી નથી તમારા રૂપિયા?
Online Shopping App: જો કોઇ પ્રોડક્ટને ઓનલાઇન શોપિંગ કરવી અને પછી રિટર્ન કર્યા છતાં તમારા પૈસા પરત મળી રહ્યા નથી, તો તમે ઘરેબેઠા વેબસાઇટના માધ્યમથી ફરિયાદ કરી શકો છો.
Trending Photos
RBI Lokpal: આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો ચાલી રહ્યો છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ઘણી ઈ-શોપિંગ એપ્સ પર હજારો પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જેના પર યુઝર્સ ઘણી આકર્ષક ઓફર જોઈ શકે છે. યૂઝર્સ ઑફર્સ દ્વારા આકર્ષાય છે અને પછી તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પ્રોડક્ટનો ઓર્ડર આપે છે. ઓર્ડર મળ્યા પછી, જો યૂઝર્સને ઉત્પાદન પસંદ ન આવે તો તેઓ તેને પરત કરવાનો પ્રયાસ કરે છે અને પૈસા પાછા મેળવે છે.
Black Magic ની આ રાશિઓ પર થાય છે સૌથી વધુ અસર, થવા લાગે છે આ ઘટનાઓ
Bank Holiday in Feb 2024: ફેબ્રુઆરીમાં બેંકો રજાની ભરમાળ, જાણો કેટલા દિવસ રહેશે બંધ
ઘણીવાર આવી પ્રોડક્ટને સેલર્સ સરળતાથી પરત કરી લે છે, પરંતુ કેટલીકવાર આવું થતું નથી. યૂઝર્સ સેલર્સ, શોપિંગ વેબસાઇટ્સ અથવા એપ્સને વિનંતીઓ કરીને નિરાશ થાય છે, પરંતુ તેમની સમસ્યાઓ ઉકેલાતી નથી. એવામાં યૂઝર્સ શું કરી શકે? જો તમને ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ. એવામાં, યૂઝર્સ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈને ફરિયાદ કરી શકે છે અને વળતર પણ મેળવી શકે છે. ચાલો તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.
Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ
આ સ્ટેપ્સને કરો ફોલો
- આ માટે યુઝર્સને પહેલા આરબીઆઈ લોકપાલની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તમે આ લિંક (https://rbi.org.in/Scripts/Complaints.aspx) પર ક્લિક કરીને સીધા ઓફિશિયલ વેબસાઇટ પર પણ જઈ શકો છો.
- આરબીઆઈ લોકપાલની વેબસાઈટની મુલાકાત લીધા પછી, યૂઝર્સને કોઈપણ બેંક, એનબીએફસી અથવા આવી કોઈપણ અન્ય સંસ્થા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ મળશે.
- તમે જેની સામે ફરિયાદ કરવા માંગો છો તેના વિકલ્પ પર ક્લિક કરો.
Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?
- ત્યારબાદ યુઝર્સને ફરિયાદ નોંધાવવા માટે File a complaint નો વિકલ્પ મળશે.
- ત્યારબાદ યુઝર્સે પોતાનું નામ અને નંબર એન્ટર કરવાનો રહેશે.
- ત્યાર પછી યુઝર્સના ફોનમાં OTP આવશે. તેને વેબસાઈટમાં એન્ટર કરીને ક્લિક કરવાનું રહેશે.
- તે પછી તમારો OTP વેરિફિકેશન થશે, અને પછી તમારે તમારી ફરિયાદની વિગતો લખવાની રહેશે.
- આ માટે યુઝર્સે ફરિયાદીનું નામ, ફોન નંબર, ઈમેલ આઈડી, રાજ્યનું નામ, ફરિયાદની શ્રેણી અને તેમનું સંપૂર્ણ સરનામું એન્ટર કરવું પડશે.
1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની
- આ બધું ભર્યા પછી, યૂઝર્સે તે બેંક અથવા NBFCનું નામ પસંદ કરવાનું રહેશે જેની સામે તમે ફરિયાદ કરવા માંગો છો.
- ત્યારબાદ આખરે યૂઝર્સે તેમની ફરિયાદની માહિતી દાખલ કરવી પડશે અને બધું તપાસવું પડશે.
- ફરિયાદ કરવા માટે જરૂરી તમામ માહિતી ભર્યા પછી યૂઝર્સ તેને સબમિટ કરી શકે છે.
આ વાતોનું જરૂર રાખો ધ્યાન
યૂઝર્સ IBI લોકપાલને તેમની ફરિયાદ નોંધાવ્યા પછી, યૂઝર્સ તેમના ફસાયેલા નાણાં સાથે વળતરની માંગ કરી શકે છે. આરબીઆઈ લોકપાલ લગભગ આગામી બે અઠવાડિયામાં યૂઝર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરે છે, અને પછી મામલાને ઉકેલે છે. જો કે, આરબીઆઈમાં ફરિયાદ નોંધાવતા પહેલા યૂઝર્સે તેમની બેંક અથવા સંબંધિત એનબીએફસીમાં ફરિયાદ નોંધાવવી પડશે. જો લેખિત ફરિયાદ કરવા છતાં પણ યુઝરની સમસ્યાનું નિરાકરણ ન આવે તો તે RBIમાં ફરિયાદ નોંધાવી શકે છે.
30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે