GST ની આવકમાં ગુજરાતનો ગ્રોથરેટ ડાઉન! વિકાસની વાતો અને વાસ્તવિકતા જુદી

ગુજરાતમાં અતિ મહત્ત્વના રાજ્ય પોસ્ટ છેલ્લા લગભગ બે મહિનાથી વધારાના ચાર્જથી હંકારાય છે. રાજ્ય સરકારને સૌથી વધુ વેરા આવક રળી આપતો આ વિભાગ કરોડોનો બોજો રૂપિયાના બોગસ, બિલિંગ કોભાંડોથી ખદબદી રહ્યો છે. શું આ કારણોસર ગુજરાતની જીએસટીની આવકનો વિકાસ દર દેશના મોટા રાજ્યોમાં સૌથી નીચો છે?

GST ની આવકમાં ગુજરાતનો ગ્રોથરેટ ડાઉન! વિકાસની વાતો અને વાસ્તવિકતા જુદી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત સરકારના નાણામંત્રાલયે રાજ્યવાર ગ્રોથરેટના આંકડા જાહેર કર્યાં છે. જેમાં GSTની આવકમાં ગુજરાતનો ગ્રોથરેટ દેશભરમાં સૌથી ઓછો અને શરમજનક હોવાનું સામે આવ્યું છે.  બિહાર, છત્તીસગઢ,રાજસ્થાન,મધ્યપ્રદેશ જેવા પછાત રાજ્યોમાંય ગ્રોથ ડબલ ડિજિટમાં, જ્યારે તેની સામે વાયુવેગે વિકાસતા ડબલ એન્જિનની સરકારવાળા ગુજરાતમાં માત્ર 4 % જ ગ્રોથરેટ જોવા મળી રહ્યો છે.

શું કહે છે નાણા વિભાગ?
નાણાવિભાગના એસીએસ એટલેકે, અધિક મુખ્ય સચિવ જગદીશ પ્રસાદ ગુપ્તાનું કહેવું છેકે, ઇમ્પોર્ટ ઘટવાને લીધે ગ્રોથરેટ ઘટ્યો હોઈ શકે છે. રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જગદીશ પ્રસાદ ગુપ્તા એવી દલીલ પેશ કરી રહ્યા છે કે, જીએસટીમાં સીજીએસટી એસજીએસટી આઈજીએસટી અને સેસ એમ ચાર કોમ્પોનન્ટ મળીને કેન્દ્ર સરકારને રાજ્યવાર જે જીએસટી આવક પ્રાપ્ત થાય છે. તેના આ આંક્ડા ઘણા ઓછો છે અને એમાં ગુજરાતનો ગ્રોથરેટ કેવળ ૪ ટકા રહ્યો, એ કબૂલ આવે માટે ઇમ્પોર્ટ ઘટી હોય કે રિપોર્ટિંગ ઓછું થયું હોય, એ કારણો જવાબદાર હોઈ શકે. પરંતુ ગુજરાતને પોતાના એસજીએસટી તથા આઇજીએસટીના સેટલમેન્ટ દ્વારા જીએસટીની જે આવક થાય છે, એમાં ગુજરાતનો ગ્રોથરેટ ૨૪ ટકા છે. આ રીતના ગ્રોથરેટમાં મહારાષ્ટ્ર કર્ણાટક, તામિલનાડુ જેવા રાજ્યોમાં શું પરિસ્થિતિ છે, તેના આંકડા રાજ્યના નાણાવિભાગના એસીએસ આપી શક્યા નથી.

ગુજરાતમાં અતિ મહત્ત્વના રાજ્ય પોસ્ટ છેલ્લા લગભગ બે મહિનાથી વધારાના ચાર્જથી હંકારાય છે. રાજ્ય સરકારને સૌથી વધુ વેરા આવક રળી આપતો આ વિભાગ કરોડોનો બોજો રૂપિયાના બોગસ, બિલિંગ કોભાંડોથી ખદબદી રહ્યો છે. શું આ કારણોસર ગુજરાતની જીએસટીની આવકનો વિકાસ દર દેશના મોટા રાજ્યોમાં સૌથી નીચો છે? કારણ ગમે તે હોય, પણ કેન્દ્રીય નાણામંત્રાલયે જાહેર કરેલા જીએસટી આવકના આંકડા મુજબ ગુજરાતનો ગ્રોથ રેટ એપ્રિલ-૨૦-૨૨ની તુલનામાં એપ્રિલ-૨૦૨૩માં માત્ર જ ટકા છે, જ્યારે બીજા મોટા રાજ્યોમાં આ ગ્રોથ ડબલ ડિજિટમાં અને ઘણી વધારે છે.

રાજ્ય માટે શરમજનક એ છે કે, નબળાં ગણતા રાજ્યોમાં પણ ગોપ રેટ રાજ્ય કરતાં ઘણો જ વધારે ઉત્તરપ્રદેશ 8.534 છે, જેમ કે બિહારમાં ૧૧ ટકા, ઝારખંડમાં ૧૯ ટકા,છત્તીસગઢમાં ૧૮ ટકા, મધ્ય પ્રદેશમાં ૨૮ ટકા. દિલ્હી કેરળમાં ૧૨ ટકા ગ્રોથ રેટ છે. ગુજરાત માટે આશ્વાસનરૂપ એ છે કે, દેશમાં જીએસટી આવકમાં તેનો નંબર મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ત્રીજા ક્રમે છે. રાજ્યમાં એપ્રિલ-22માં જીએસટી આવક 11,264 કરોડ રૂપિયા હતી. જે એપ્રિલ 23માં 457 કરોડ વધારા સાથે 11,721 કરોડ રૂપિયાએ પહોંચી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news