આ રીતે ફ્રિજમાં સ્ટોર કરશો તો લાંબા સમય સુધી તાજા રહેશે ભીંડા

How To Keep Vegetable Fresh: જો તમે પણ એક સાથે ભીંડા લઈ આવો છો અને તેને સ્ટોર કરવાની રીત નથી ખબર તો ચાલો તમને જણાવીએ કે ભીંડા ને દિવસો સુધી ફ્રેશ કેવી રીતે રાખી શકાય.

આ રીતે ફ્રિજમાં સ્ટોર કરશો તો લાંબા સમય સુધી તાજા રહેશે ભીંડા

How To Keep Vegetable Fresh: સમય બચાવવા માટે ગૃહિણીઓ ઘણી વખત બજારમાંથી એક સાથે આખા અઠવાડિયાનું શાક લઈ આવે છે. જેથી વારંવાર શાકમાર્કેટ સુધી જવું ન પડે. જોકે શાકભાજીમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ઝડપથી ખરાબ થઈ જાય છે તેવામાં જો તમે સમય બચાવવા માટે વધારે વસ્તુ લઈ આવો અને તેને બરાબર રીતે સ્ટોર કરવામાં ન આવે તો વસ્તુનો ઉપયોગ થાય તે પહેલા જ ખરાબ થઈ જાય છે. ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જતા શાકભાજીમાંથી એક ભીંડા પણ છે. 

ભીંડા નું શાક મોટાભાગના લોકોને ભાવતું હોય છે તેથી ગૃહિણીઓ વધારે ભીંડા લઈને સ્ટોર કરતી હોય છે. પરંતુ કેટલીક વખત ભીંડો ખરાબ ઝડપથી થઈ જાય છે. આમ થવાનું કારણ હોય છે કે ભીંડા ને બરાબર રીતે સ્ટોર કરવામાં ન આવ્યો હોય. જો તમે પણ એક સાથે ભીંડા લઈ આવો છો અને તેને સ્ટોર કરવાની રીત નથી ખબર તો ચાલો તમને જણાવીએ કે ભીંડા ને દિવસો સુધી ફ્રેશ કેવી રીતે રાખી શકાય.

ભીંડા સ્ટોર કરવાની ટીપ્સ

આ પણ વાંચો:

1. બજારમાંથી જ્યારે તમે ભીંડાની ખરીદી કરી આવો ત્યારે તેને ધોઈ અને કપડાં ઉપર છુટા કરી રાખી દો જેથી તેમાં રહેલો ભેજ અને પાણી બિલકુલ સુકાઈ જાય. જો ભીંડામાં પાણીનો ભાગ રહેશે તો તે ઝડપથી ખરાબ થઈ જશે. 

2. ભીંડા ને સ્ટોર કરતા પહેલા કપડાથી તેને સારી રીતે કોરા કરી લેવા. 

3. ભીંડાને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો. કન્ટેનરમાં સૌથી પહેલા સૂકું કપડું રાખી દેવું અને પછી તેમાં ભીંડો મૂકી કન્ટેનરને બંધ કરો જેથી તેમાં ભેજ ન આવે અને ભીંડા તાજા રહે. 

4. જો તમે પ્લાસ્ટિક બેગમાં પેક કરીને ભીંડા ને સ્ટોર કરો છો તો બેગમાં એક બે કાણા જરૂરથી કરી દેવા.

5. જો તમે ફ્રીજના વેજીટેબલ બાસ્કેટમાં જ ભીંડા સ્ટોર કરો છો તો વેજીટેબલ બાસ્કેટમાં પહેલા પેપર પાથરી દેવું ત્યાર પછી ભીંડાને વ્યવસ્થિત ગોઠવીને અરેન્જ કરો આમ કરવાથી ભીંડા લાંબા સમય સુધી તાજા રહેશે. 

6. ભીંડાને ફ્રેશ રાખવા હોય તો તેને અન્ય કોઈ ફળ કે શાક સાથે ન રાખવા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news