સાચવજો સુંદરતા જતી રહેશે... માથામાં ટાલ પડવાનો લાગે છે ડર તો આ ઘરેલું ઉપાયો અજમાવો

home remedies: સુંદર, લાંબા અને ભરાવદાર વાળ કોઈ પણ માનુનીને પાછા વળીને જોવાની ઈચ્છા અવશ્ય કરાવે ત્યારે  વાળ ખરવાના કયા કયા કારણો હોઈ શકે શું આપતો આવી ભુલ નથી કરતાને. વાળની જાળવણી માટે શુ કરવાનું છે અને શું નથી કરવાનું 

સાચવજો સુંદરતા જતી રહેશે... માથામાં ટાલ પડવાનો લાગે છે ડર તો આ ઘરેલું ઉપાયો અજમાવો

Hair fall remedy: ઉજડે ચમન અને બાલા જેવા નામો હાલમાં ખરી જતા વાળ માટે સામાન્ય બની ગયા છે. સુંદર અને આકર્ષક વાળ એ વ્યક્તિત્ત્વમાં અનેકગણો વધારો કરી દે છે. સુંદર, લાંબા અને ભરાવદાર વાળ કોઈ પણ માનુનીને પાછા વળીને જોવાની ઈચ્છા અવશ્ય કરાવે ત્યારે  વાળ ખરવાના કયા કયા કારણો હોઈ શકે શું આપતો આવી ભુલ નથી કરતાને. વાળની જાળવણી માટે શુ કરવાનું છે અને શું નથી કરવાનું.

શુ આપના વાળ ખરે છે તો કયા કારણો હોઈ શકે 
વાળમાં નિયમિત તેલ ન નાખવું
માનસિક ચિંતાથી વાળ ખરે છે
ખોરાકમાં પ્રોટીન-કેલ્શિયમ કમી હોવી
ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું

આમળા, કાળાતલ, ભાંગરો અને બ્રાહ્મી સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણ એક-એક ચમચી સવાર-સાંજ અને શક્ય હોય તો દૂધીનાં રસ સાથે લેવું જેનાથી સફેદ વાળ ધીરે ધીરે પોતાનાં મૂળ સ્વરૃપમાં આવવા લાગે છે. ૧૦૦ ગ્રામ આમળાને ૫૦૦ ગ્રામ પાણીમાં ૬ દિવસ સુધી પલાળી રાખવા. તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું. આ ઘી ગાળીને માથામાં નાખવું. તેનાથી વાળ ઘટ્ટ, કાળા અને સુંવાળા બનશે. તેમજ વાળનું લસ્ટર પણ અવશ્ય વધશે.

વાળમાં નિયમિત તેલ ન નાખવું....આ સૌથી મોટું કારણ છે વાળ ખરવાનું . માનસિક ચિંતા કે ઉદ્વેગ વગેરે ન કરવા આનાથી પણ આપના વાળને પહોચી શકે છે નુક્સાન. આ ઉપરાંત ખોરાકમાં પ્રોટીન અને કેલ્શિયમની કમી પણ આ માટે કારણભૂત છે. વાળમાં ખૂબ જ ખોડો હોવો, કે ઊંદરી હોવી વાળમાં વારંવાર શેમ્પૂ, હેરડ્રાયર કે હેરકલરનો ઉપયોગ..વ્યસન, ચા, કોફી, વગેરેનું અતિપ્રમાણમાં સેવન. ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું. તો આ તમામ ભુલ જો આપ કરતા હશો તો આપના વાળ ખરશે અને થશે નુકસાન 

આ તો થઈ વાળ ખરવાના કારણોની વાત, હવે વાળ કાળા લાંબા અને ઘટાદાર કરવાના કેટલાક ઉપાયો પણ જાલી લો ...

કાળા તલ, બ્રાહ્મી અને સાંકર ખાઓ
કાંદાનાં રસની માલિશ કરો
કોપરેલ અને મેથીના દાણાનું તેલ બનાવી માલીશ કરો 
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મીનું ચૂર્ણ

 કાળા તલ, બ્રાહ્મી અને સાકર રોજ સવારે ૧-૧ ચમચી ખાવાથી વાળ કાળા બને છે અને તેનો જથ્થો પણ વધે છે. કોપરેલ અને મેથીના દાણાનુ તેલ નાખો.  બીમારી પછી જો વાળ ખરી ગયા હોય તો માથામાં કાંદાનાં રસની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ મેથી દાણા નાખી સાત દિવસ સૂર્ય તાપમાં રાખો. પછી તેલ ગાળીને ભરી લો. આ તેલની સવાર-સાંજ માથામાં માલિશ કરવાથી વાળ ઉતરતા અટકે છે અને નવા પણ ઉગે છે સાથે લાંબા ગાળે વાળ ઘટ્ટ પણ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news