મામા પોર્ન વીડિયો જોવાના હતા શોખીન, સગી ભાણી સાથે આ હરકત કરી સંબંધોને કર્યા તાર તાર

અમદાવાદમાં મામા ભાણીના સંબંધોને તાર તાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર ભાણીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેના પર ભાણીનો ફોટો તેમજ તેનો નંબર અને ભાવ લખી દીધો હતો

Updated By: Oct 23, 2021, 08:46 PM IST
મામા પોર્ન વીડિયો જોવાના હતા શોખીન, સગી ભાણી સાથે આ હરકત કરી સંબંધોને કર્યા તાર તાર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં મામા ભાણીના સંબંધોને તાર તાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર ભાણીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેના પર ભાણીનો ફોટો તેમજ તેનો નંબર અને ભાવ લખી દીધો હતો. ત્યારે આ મામલે અમદાવાદ પોલીસે આરોપી મામાની ધરપકડ કરી છે. તેમજ યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીની વટવા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પર આરોપ લાગ્યો છે તેની જ પરિણીત ભાણીના નામની ફોટો વાળી એક પોસ્ટ કરી બદનામ કરવાનો. જેમાં તેને બીભત્સ લખાણ લખ્યું અને જેના કારણે મહિલાને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આખરે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની મામાની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે ભાણેજનું ફેક ફેસબુક પેજ બનાવીને તેનો મોબાઈલ નંબર અને ભાવ લખી દેનારો મામો જ હતો.

ત્રણ સેકન્ડમાં જ મળ્યું મોત, ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ

ભાણેજ પર અનેક લોકોના ફોન આવ્યા અને પોલીસને ખબર પડી તો તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોર્ન વીડિયો જોવાનો શોખીન છે, જેથી તે માનસિક વિકૃત થઈ ગયો છે. હાલ પોલીસની વાત માનીએ તો આરોપી માનસિક અસ્વસ્થ છે અને તેના લીધે જ તેણે આવી હરક્તને અંજામ આપ્યો. આરોપીએ મહિલાના નામ અને નંબર સાથે પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે.

No description available.

ડ્રગ્સનો એડિક્ટ થયો આ ક્રિકેટર, જાણો કોણ પહોંચાડતું હતું તેના સુધી આ માદક પદાર્થ

જેના લીધે આરોપીની ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેને આ ઘટનાની જાણ થઈ હતી. જેથી તેણે ફરિયાદ કરી અને પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. આરોપી એમ્બ્રોડરીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કૃત્ય કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ત્યારે આવા માનસિક અસ્વસ્થ આરોપીને વટવા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube