પોલીસના યુનિફોર્મમાં કેમ લાગેલી હોય છે દોરી? જાણો આ છે તેનું કામ

use of lanyard in indian police uniform: પોલીસના યુનિફોર્મમાં રાખવામાં આવેલી દોરી કારણ વગર નથી રાખવામાં આવતી. તેનું એક કામ હોય છે. આ દોરીને લેનયાર્ડ કહેવામાં આવે છે. જો તમે એ દોરીને ધ્યાનથી જુઓ તો તે પોલીસના ખિસ્સામાં જાય છે.

પોલીસના યુનિફોર્મમાં કેમ લાગેલી હોય છે દોરી? જાણો આ છે તેનું કામ

indian police uniform: જ્યારે પણ આપણે ચોરી, લૂંટ, ખૂન જેવા સમાચાર સાંભળીએ છીએ ત્યારે પોલીસનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે. આ સિવાય જો આપણે આપણા ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ તો તેની પાછળ પણ પોલીસની સૌથી મોટી ભૂમિકા છે. તમે પણ એક યા બીજા સમયે પોલીસને જોઈ હશે કે મળ્યા હશો, પરંતુ શું તમે ક્યારેય પોલીસનો યુનિફોર્મ ધ્યાનથી જોયો છે? જો હા, તો તમે જોયું હશે કે પોલીસકર્મીઓના ખભા પર દોરી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે દોરી પોલીસના યુનિફોર્મ સાથે કેમ જોડાયેલ છે અને તેનું શું કામ છે? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ કે પોલીસ યુનિફોર્મમાં તે દોરડું શા માટે મૂકવામાં આવે છે અને તેનું શું કામ છે.

પોલીસનું નામ પડતા આપણી આંખ સામે એક ખાખી વર્દીધારી માનવાકૃતિ આવે. પોલીસનો યુનિફોર્મ તેની ઓળખ અને શાન માનવામાં આવે છે. તમે જ્યારે આ યુનિફોર્મ ધ્યાનથી જોશો ત્યારે તમને એક દોરી તેમાં જોવા મળશે. આ દોરી જોઈને અનેક લોકોને કુતૂહલ થાય છે કે, આખરે પોલીસને યુનિફોર્મમાં આ દોરી કેમ હોય છે. જેનો જવાબ આજે તમને મળી જશે. 

પોલીસના યુનિફોર્મમાં રાખવામાં આવેલી દોરી કારણ વગર નથી રાખવામાં આવતી. તેનું એક કામ હોય છે. આ દોરીને લેનયાર્ડ કહેવામાં આવે છે. જો તમે એ દોરીને ધ્યાનથી જુઓ તો તે પોલીસના ખિસ્સામાં જાય છે. કારણ કે આ દોરી સાથે એક સિટી બાંધેલી હોય છે જે પોલીસ કર્મચારીના ખિસ્સામાં હોય છે.

પોલીસ ક્યારેય ઈમરજન્સીની સ્થિતિ આવે ત્યારે આ સિટીનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ પોલીસ કર્મચારીને અણધારી સ્થિતિમાં કોઈ ગાડી રોકવાની થાય અથવા તો તેમને સહયોગી પોલીસ કર્મચારીઓને સંદેશ આપવાનો હોય ત્યારે આ સિટીનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે હાથવગી રહે તે માટે દોરી રાખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news