જાણવા જેવી વાત! ટ્રેનના ડબ્બાની છત પર કેમ રાખવામાં આવે છે ગોળ-ગોળ ઢાંકણા?
ભારતીય રેલવે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. દરેક વર્ગના લોકો ટ્રેનમાં સફર કરે છે. ભારતીય રેલવે સાથે જોડાયેલા કેટલાક તથ્યો એવા છે, જેની લોકોને ખબર નથી. આવી જ એક વાત અમે આજે તમને જણાવીશું.
Trending Photos
નવી દિલ્હીઃ તમને રેલવે બ્રિજની ઉપરથી ટ્રેનના ડબ્બા પર ગોળાકાર જરૂર દેખાયું હશે. આ દેખાવમાં ઢાંકણા જેવા હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે, આખરે આ ઢાંકણા કેમ બનાવવામાં આવે છે? તેનું કામ શું છે? રેલવેથી મળતી જાણકારી અનુસાર આ પ્લેટને રૂફ વેન્ટિલેટર (Roof Ventilator) કહેવામાં આવે છે. કોચમાં જ્યારે મુસાફરો વધી જાય છે ત્યારે ગરમી વધી જાય છે. આ ગરમી કે સફોકેશનને બહર કાઢવા માટે કોચમાં ખાસ વ્યવસ્થા થાય છે.
કોચમાં લાગેલી હોય છે જાળી-
આ સિવાય તમે ટ્રેનના કોચમાં જોયું હશે કે અંદરની તરફ જાળી લાગેલી હોય છે, જે ગેસ પાસ કરે છે. એટલે કે કોચમાં ક્યાંક-ક્યાંક જાળી લાગેલી હોય છે અને કાણાં પણ હોય છે. જેનાથી હવા બહાર નિકળે છે. તમને જાણ હશે કે ગરમ હવાઓ હંમેશા ઉપરની તરફ ઉઠે છે. એટલે કોચમાં આ પ્લેટ લગાવવામાં આવે છે.
વરસાદનું પાણી રોકવા માટે હોય છે ઢાંકણા-
આ જ કારણ છે કે ટ્રેનની ઉપર છત પર ગોળ-ગોળ જાળીઓ લગાવવામાં આવે છે. જેથી ગરમ હવા રૂફ વેન્ટિલેટરના રસ્તે બહાર નિકળી જાય છે. આ જાળી પર એક પ્લેટ પણ લગાવવામાં આવે છે. જેથી વરસાદ પડે તો પાણી ટ્રેનમાં ન આવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે