શું તમારા રસોડામાં પણ આવી બધી વસ્તુઓ પડી રહે છે? સ્વસ્થ રહેવું હોય તો આજે જ હટાવી દો

શું તમે પણ  તમારા પરિવારને સ્વસ્થ રાખવા માંગો છો...શું તમે પણ તમારા ઘરને રોગ મુક્ત રાખવા માંગો છો...તો આજથી શરૂ કરી દો આ કામ. ક્યારેય નહીં જવું પડે દવાખાને...

શું તમારા રસોડામાં પણ આવી બધી વસ્તુઓ પડી રહે છે? સ્વસ્થ રહેવું હોય તો આજે જ હટાવી દો

નવી દિલ્લીઃ દરેક લોકો પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેવું ઈચ્છતા હોય છે. પણ આપણા કિચનમાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણી એવી ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાની આપણને આદત પડી ગઈ છે. જેમ કે, રોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, એલ્યુમિનિયમની કઢાઈમાં જમવાનું બનાવવું, રિફાઈન્ડ તેલમાં તળેલી વસ્તુઓ ખાવી આપણને સામાન્ય લાગે છે. અમુક આદતો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાનું કારણ બની શકે છે. તમને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે, દરરોજ એવી ઘણી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેનાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય.

કિચનમાંથી ઓછું કરો પ્લાસ્ટિક-
હેલ્થ એક્સપર્ટ મુજબ, સૌથી પહેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પડશે. કિચનમાં બને ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. પ્લાસ્ટિકની પાણીની બોટલ અને કન્ટેનર સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. કિચન પ્લાસ્ટિકમાં BPA હોય છે જેને એક ખતરનાક કેમિકલ માનવામાં આવે છે. પાણી અને ખાવામાં પ્લાસ્ટિકના ટોક્સિન્સ આવી જાય છે. જે ધીમે ધીમે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. 

એલ્યુમિનિયમનો ઉપયોગ ઓછો કરો-
એલ્યુમિનિયમમાં ખાવાનું બનાવવાથી એલ્યુમિનિયમ ઓક્સાઈડ બને છે જેનાથી પેટની સમસ્યા થાય છે. એલ્યુમિનિયમ અમુક એસિડિક ફૂડ્સ સાથે રિએક્ટ કરે છે જેનાથી એસિડિટી થાય છે. ઘણી વસ્તુઓ સાથે તેનું રિએક્શન ટોક્સિક હોય છે. એલ્યુમિનિયમના બદલે કુકર, કઢાઈ, સ્ટીલ અથવા લોખંડનો ઉપયોગ કરી શકો છો. 

વાસી મસાલાનો ન કરો ઉપયોગ-
જો તમે ઈચ્છો છો કે તમારા શરીરમાં ન્યૂટ્રિએન્ટ્સ વધારે પ્રમાણ જાય અને શરીરમાં બિમારી ખતમ થાય તો તાજા મસાલાનો ઉપયોગ કરો. વધારે દિવસો સુધી પડેલા અને વાસી મસાલાઓના ઉપયોગને ટાળો. 1 મહિના સુધી ખુલા પડેલા મસાલા બગડી જાય છે. નાના નાના પેકેટ્સમાં મસાલા લાવો. જો તમે ઘરે વાટીને મસાલાનો ઉપયોગ કરો છો તો તે સૌથી શ્રેષ્ઠ છે. મસાલાઓને સ્ટીલ અથવા બોન ચાઈનાના વાસણમાં રાખો. કાચના વાસણનો પણ સ્ટોરેજ માટે ઉપયોગ કરી શકો છો. 

માઈક્રોવેવનો ઉપયોગ ઓછો કરો-
ખાવાનું ગરમ કરવા માટે પણ આજકાલ આપણે માઈક્રોવેવનો ઉપયોગ કરીએ છીએ. માઈક્રોવેવનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરી દો. કેમ કે, તેમાં જરૂરતથી વધારે હીટ પેદા થાય છે. જે અલગ અલગ પ્રકારના કેમિકલ્સ પેટમાં જવાનું કારણ બની શકે છે. માઈક્રોવેવમાં પ્લાસ્ટિકનો ઉપયોગ તો બિલકુલ ન કરો. માઈક્રોવેવમાં વારંવાર એનિમલ ફેટનો ઉપયોગ ન કરો. 

રિફાઈન્ડ ઓયલનો ઉપયોગ ટાળો-
રિફાઈન્ડ ઓયલનો ઉપયોગ આજકાલ ઉપયોગ ખૂબ વધી ગયો છે જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. બને ત્યાં સુધી તમે કોલેસ્ટ્રોલનો ઉપયોગ ટાળો. રિફાઈવન્ડ ઓયલની જગ્યાએ સરસો તેલ, મગફળીનું તેલ અથવા ઘી વધારે લાભદાયી રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news