PM મોદીની બહાદુરીનો એ કિસ્સો, જ્યાં મોતની પરવાહ કર્યા વગર વગર પહોંચ્યા હતા કાશ્મીર

તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનની સરહદ નજીકના ગામમાં જાહેર સભા સંબોધી હતી. હાલ તો તેઓ દેશના પ્રધાનમંત્રી છે એટલે પુરતી સુરક્ષા વ્યવસ્થા હોય પણ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ડર વિના જવું એ નરેન્દ્ર મોદીનો સ્વભાવ રહ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા એ સમયનો એમના સાહસનો એક રસપ્રદ કિસ્સો છે. 
PM મોદીની બહાદુરીનો એ કિસ્સો, જ્યાં મોતની પરવાહ કર્યા વગર વગર પહોંચ્યા હતા કાશ્મીર

ચિંતન ભોગાયતા/અમદાવાદ :તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનની સરહદ નજીકના ગામમાં જાહેર સભા સંબોધી હતી. હાલ તો તેઓ દેશના પ્રધાનમંત્રી છે એટલે પુરતી સુરક્ષા વ્યવસ્થા હોય પણ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ડર વિના જવું એ નરેન્દ્ર મોદીનો સ્વભાવ રહ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા એ સમયનો એમના સાહસનો એક રસપ્રદ કિસ્સો છે. 

આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ હતા. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, જમ્મૂ કાશ્મીર અને પંજાબમાં ભાજપના સંગઠનનું કાર્ય કરતા હતા. નરેન્દ્ર મોદીને આતંકવાદીઓ કે સમાજવિરોધી તત્વોનો કોઈ ડર નહોતો. જમ્મુ કાશ્મીરમાં ભાજપનો ખાસ પ્રભાવ ન હોવાથી એ રાજ્યમાં ભાજપની શાખ વધારવાનું કામ એમને સોંપવામાં આવ્યું હતું.  

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા એ જ સમયગાળામાં છત્તીસિંગપુરામાં 35 જેટલા શીખની હત્યા કરી દેવામાં આવી. એ વિભાગ નરેન્દ્ર મોદી હેઠળ હતો. એમને સમાચાર મળ્યા કે તરત જ ત્યાં જવા નિકળી ગયા. આ વાતની જાણ ફારૂક અબ્દુલ્લાને થઈ તો તેમણે નરેન્દ્ર મોદીને ફોન કર્યો. 

નરેન્દ્ર મોદી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે થયેલી વાતચીત

  • ફારૂક અબ્દુલ્લાઃ તમે કેવી રીતે ત્યાં પહોંચ્યા?
  • નરેન્દ્ર મોદીઃ મોટર માર્ગે
  • ફારૂક અબ્દુલ્લાઃ તમે કોઈક દિવસ મને મુશ્કેલીમાં મૂકશો!
  • નરેન્દ્ર મોદીઃ કેમ શું થયું?
  • ફારૂક અબ્દુલ્લાઃ  અરે.. આતંકવાદીઓ ત્યાં આખા રસ્તે જમીનની અંદર સુરંગો ગોઠવે છે અને એનાથી બચવું મુશ્કેલ છે.

 ફારૂક અબ્દુલ્લા નહોતા ઈચ્છતા કે નરેન્દ્ર મોદી ત્યાં જાય તેમણે નરેન્દ્ર મોદીની વાપસીની તૈયારીઓ કરવા માંડી. એટલું જ નહીં તેમણે લાલકૃષ્ણ અડવાણીને ફરિયાદ કરી દીધી કે મોદી ગમે ત્યારે, ગમે ત્યાં સુરક્ષા વિના જતા રહે છે. ત્યારે અડવાણીએ મોદીને ફોન કર્યો.

નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચે થયેલી વાતચીત

  • લાલકૃષ્ણ અડવાણી : મને ફારૂક અબ્દુલ્લાનો ફોન હતો.. તમે ક્યાં છો?
  • નરેન્દ્ર મોદીઃ હું તો છત્તીસિંગપુરા આવ્યો છું.
  • લાલકૃષ્ણ અડવાણી: કેમ.. તમે ત્યાં શું કરો છો?
  • નરેન્દ્ર મોદીઃ અહીં શીખ ભાઈઓની હત્યા કરી દેવામાં આવી છે. એમના પરિવારને સાંત્વનાની જરૂર છે.
  • લાલકૃષ્ણ અડવાણી: તમે શક્ય હોય એટલા જલદી ત્યાંથી પાછા ફરો.
  • નરેન્દ્ર મોદીઃ સારું, હવે હું અહીં આવી જ ગયો છું તો શીખ ભાઈઓના અંતિમ સંસ્કાર પછી જ પાછો ફરીશ.
  • લાલકૃષ્ણ અડવાણી : ઠીક છે, તમારા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે એમાં પાછા આવજો.

નરેન્દ્ર મોદી માટે ફરજ પાલનથી વિશેષ કંઈ જ નથી. ઘણા લોકો એમને ચેતવતા પણ મોદી જમ્મુ-કાશ્મીરમાં મુક્તપણે પ્રવાસ કરતા હતા. ફરજ નિભાવવા માટેના નરેન્દ્ર મોદીના હઠાગ્રહના કારણે એમને કેટલીયવાર અસામાન્ય અનુભવો થતા. કારગિલની લડાઈ વખતે પણ તેઓ કારગિલમાં જ હતા. કારણકે કારગિલ એમના કાર્યક્ષેત્રમાં આવતું હતું. આમ સંગઠનના માણસ તરીકે એમની ફરજમાં આવતા કામ તેમણે કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના પાર પાડ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news